Home /News /surat /દોઢ વર્ષના પ્રેમ સંબંધમાં તિરાડ, પરિણીત પ્રેમી સામે ડોક્ટર પ્રેમિકાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી
દોઢ વર્ષના પ્રેમ સંબંધમાં તિરાડ, પરિણીત પ્રેમી સામે ડોક્ટર પ્રેમિકાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી
દોઢ વર્ષના પ્રેમ સંબંધમાં તિરાડ
Surat News: સુરતમાં શહેરમાં વધુ એક બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. શહેરમાં દોઢ વર્ષના પ્રેમ સંબંધમાં બાધ આવી છે. આ સાથે પરિણીત પ્રેમી સામે ડૉક્ટર પ્રેમિકાએ પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ડોક્ટર પ્રેમિકાએ પરિણીત પ્રેમીના ઘરે જઈ બધી જ પોલ ખોલી દેતા વાત વણસી હતી.
સુરત: સુરતમાં શહેરમાં વધુ એક બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. શહેરમાં દોઢ વર્ષના પ્રેમ સંબંધમાં બાધ આવી છે. આ સાથે પરિણીત પ્રેમી સામે ડૉક્ટર પ્રેમિકાએ પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ડોક્ટર પ્રેમિકાએ પરિણીત પ્રેમીના ઘરે જઈ બધી જ પોલ ખોલી દેતા વાત વણસી હતી. આ મામલે અલથાન પોલીસે સમગ્ર ઘટના બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે પરિણીત પ્રેમીની ધરપકડ કરી
પરિણીત પ્રેમીએ તબીબ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. દોઢ વર્ષ ચાલેલા આ પ્રેમ પ્રકરણમાં તિરાડ પડતા અલથાણ પોલીસ મથકમાં તબીબ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી પરિણીત પ્રેમીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કહેવાય છે ને કે, પ્રેમને કોઈ સીમા નથી નડતી. તેવી જ એક ઘટના સુરતમાં બની છે. સુરતમાં પરિણીત યુવક સાથે મહિલા તબીબને પ્રેમ થઈ ગયો હતો. આ પ્રેમ પ્રકરણ દોઢ વર્ષ ચાલ્યું ત્યારે તેમના પ્રેમ સંબંધમાં કોઈ વાતે ખટરાગ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, પરિણીત પ્રેમી અને તબીબ યુવતી એક બીજાની સામ સામે જ રહેતા હતા. એક બીજાને દોઢ વર્ષ પ્રેમ કર્યા બાદ કઈક વાતે મનદુઃખ થતા તબીબ યુવતીએ પરિણીત પ્રેમીના ઘરે જઈ ભાંડો ફોડયો હતો. તબીબ યુવતીએ પરિણીત પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ અલથાણ પોલીસ મથકમાં નોંધાવી હતી. જેથી પોલીસે પ્રેમી ધર્મેન્દ્ર અભેસિંગ પટેલની ધરપકડ કરી હતી. ધર્મેન્દ્ર અભેસિંગ પટેલ ph.dનો અભ્યાસ કરી રહ્યો હતો.
આ સમગ્ર મામલો એક બીજાને મનદુઃખ થતા સામે આવ્યો હતો. જેથી બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે ફરિયાદના આધારે પોલીસે હવે આમ અમને ગુનો દાખલ કરી તપાસતો શરૂ કરી છે. તો સાથે સાથે આરોપીના મેડિકલ ચેકઅપ સાથે અનેક બાબતોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જોકે આ સમગ્ર ઘટના ટેકનિકલ હોવાનું પણ પોલીસ અનુમાન કરી રહી છે. પ્રેમ સંબંધમાં લાંબા સમય રહ્યા બાદ કોઈક વાતે અનબન થઈ હતી અને મામલો પોલીસ મથક સુધી પહોચતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.