Home /News /surat /Surat: કોરોના બાદ લોકોની માનસિક સ્થિતિ કથળી, આપઘાતનું વધ્યું પ્રમાણ

Surat: કોરોના બાદ લોકોની માનસિક સ્થિતિ કથળી, આપઘાતનું વધ્યું પ્રમાણ

10 સપ્ટેમ્બર ‘વિશ્વ આપઘાત નિવારણ દિવસ’

કોરોના બાદ આપઘાતના કેસોમાં ચોક્કસ વધારો થયો છે, જેમાં વિવિધ સામાજિક કારણોની તપાસ કરતા, મુખ્યત્વે-આર્થિક, ઘરેલુ હિંસા, એકલતા તેમજ ભૂતકાળમાં થયેલી માનસિક બીમારી જેવા કારણો જોવા મળ્યા છે: ડો. પરાગ શાહ

  Mehali Patel, Surat: 10 સપ્ટેમ્બરને ‘વિશ્વ આપઘાત નિવારણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સુરતમાં હાલમાં મનોચિકિત્સક પાસે આવતા કેસમાં આપઘાતના કેસનું પ્રમાણ વધ્યું છે. જેમાં, વિવિધ કારણોમાં મુખ્ય કારણ કોરોના મુખ્ય છે. વિવિધ અભ્યાસોના તારણ મુજબ, કોરોનાની બીમારીને કારણે મગજના જ્ઞાનતંતુઓમાં સોજો આવવો, કોષોને નુકશાન થવું, જેવી આસરોને કારણે, દર્દીમાં સમય જતાં ડિપ્રેશન, ચિંતા રોગ, અનિંદ્રા જેવા રોગનું પ્રમાણ બમણું થઈ જાય છે. તથા મગજની સંરચનામાં ફેરફાર થતા અને કામગીરીમાં બદલાવ આવ્યા અને આપઘાતના વિચારો આવવનું પ્રમાણ બમણું થઈ જાય છે. કોરોનાની લાંબી સારવાર જેવી પરિસ્થિતિમાં જ્યારે ઘણા મહિનાઓ સુંધી અનિંદ્રા, સનાયુનો દુખાવો, ખૂબ થાક લાગવો, જેવી તકલીફો અસહ્ય થઈ જાય ત્યારે આપઘાતની શક્યતા વધી જાય છે.

  સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.પરાગ શાહે જણાવ્યું કે, તેમણે કરેલા એક અભ્યાસ મુજબ, કોરોના બાદ આપઘાતના કેસોમાં ચોક્કસ વધારો થયો છે, જેમાં વિવિધ સામાજિક કારણોની તપાસ કરતા, મુખ્યત્વે-આર્થિક, ઘરેલુ હિંસા, એકલતા તેમજ ભૂતકાળમાં થયેલી માનસિક બીમારી જેવા કારણો જોવા મળ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં ડો. પરાગ શાહ પાસે આવો જ એક ચોંકાવનારો કિસ્સો આવ્યો હતો. જેમાં, મિહિર દવે નામના 14 વર્ષનો છોકરો (નામ બદલેલું છે) એક દિવસ અચાનક પોતના રૂમમાં ગળે ફાંસો ખાઈ મૃત હાલતમાં મળે છે. વર્કિંગ પરેન્ટ્સનો એક નો એક છોકરો, જે છેલ્લા બે વર્ષથી પોતાના દસ બાય દસના બેડરૂમમાં મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર ઊપર ઓનલાઇન સ્કૂલ ની જોડે જોડે એક વરચ્યુઅલ દુનિયામાં જીવતો હતો અને એની એકલવાયી દુનિયા માં ક્યારે એ ડિપ્રેશનનો શિકાર થઈ ગયો તે માં-બાપને સેહેજ પણ ખ્યાલ ના આવ્યો.

  એકલવાયી દુનિયા, સતત સ્ક્રીન, ઓનલાઇન પ્રવૃત્તિ, બેઠાડુ જીવન, ઊંઘવાની અનિયમિતતા, સામાજિક જીવન થી દૂર, મિત્રો દ્વારા થતું ઓનલાઇન બુલલિંગ, કોચિંગ ક્લાસમાં મહત્વકાંક્ષી હરીફાઈ-જેવા કંઈક કેટલાય પરિબળોથી ઘેરાયેલો મિહિર, ધીરે ધીરે માનસિક અસ્વસ્થતા અને પછી આપઘાતના વિચારો તરફ વળતો ગયો. છેવટે માતા-પિતા પાસે સમયનો અભાવે અને ઓનલાઇન વેબસાઇટ દ્વારા મેળવેલી આપઘાત કરવાની તરકીબોથી પ્રેરાઈને, મિહિરે પોતાના જીવનનું છેલ્લું પગલું ભર્યું.

  આ પણ વાંચો: સુરતમાં ઇકો ફ્રેડલી મક્કાઈના ગણેશની કરવામાં આવી સ્થાપના

  “આજે આ આપઘાત નિવારણ દિવસ નિમિતે આપઘાત બાબતે આપણે જાગૃત થઇને આપણે આપણીઓ આજુબાજુ રહેલા ડિપ્રેશન પીડિત વ્યક્તિના આપઘાતના વિચારોને નિવારી શકાય છે અને એ માટે આપણે ત્રણ મહત્વની બાબતે ધ્યાન આપવું જોઈએ. સૌથી પેહલા વ્યક્તિની માનસિક અસ્વસ્થતાને ઓળખતા શીખીએ. ત્યારબાદ તેને તબીબી સહાય માટે યોગ્ય માર્ગદર્શન આપીએ.અને પછી મરવાની વાત કરતા દરેક વ્યક્તિને ગંભીરતા થી લઈએ તથા તાત્કાલિક સારવાર અપાવીએ,’’ ડો. પરાગ શાહે વધુમાં ઉમેર્યુ હતું.

  ભારતમાં વર્ષ 2021માં આશરે 1,64,000લોકો (1967-2021 સુધીમાં સૌથી વધુ વાર્ષિક આંકડો) આપઘાતથી મૃત્યું પામ્યા.ભારતમાં દર એક લાખ લોકોએ બાર લોકો આપઘાત કરે છે. આશરે 30-50 ટકા આપઘાતના કિસ્સા ચોપડે નોંધાતા પણ નથી.અને હવે આપઘાતના સતત વધતા બનાવોમાં Covid pandemic પણ એક મોટું કારણ બન્યું છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Gujarat surat, Surat news, સુરત, સુરતના સમાચાર

  विज्ञापन
  विज्ञापन