Home /News /surat /Surat News: સુરતના બિલ્ડર્સ ગ્રુપ સામે દિલ્હી CBIમાં નોંધાયેલી છેતરપિંડી બાદ સંજય મોવલિયા સહિતના ભાગીદારોની મુશ્કેલીમાં વધારો
Surat News: સુરતના બિલ્ડર્સ ગ્રુપ સામે દિલ્હી CBIમાં નોંધાયેલી છેતરપિંડી બાદ સંજય મોવલિયા સહિતના ભાગીદારોની મુશ્કેલીમાં વધારો
ફાઇલ તસવીર
Surat News: સુરતમાં થોડા સમય પહેલાં જ સુરતના બિલ્ડર્સ ગ્રુપ સામે દિલ્હી સીબીઆઈમાં એક છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યાં 76 કરોડ રૂપિયાની છેતરપિંડી નોંધાયા બાદ ગ્રુપના સંજય મોવલિયા સહિતના ભાગીદારોની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે.
સુરતઃ થોડા સમય પહેલાં જ સુરતના બિલ્ડર્સ ગ્રુપ સામે દિલ્હી સીબીઆઈમાં એક છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યાં 76 કરોડ રૂપિયાની છેતરપિંડી નોંધાયા બાદ ગ્રુપના સંજય મોવલિયા સહિતના ભાગીદારોની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે. પાલિકા દ્વારા મગોબ સ્થિત જમીન પર એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે 45 વર્ષના કરાર પર પ્રતિ 1 રૂપિયાના ભાવે 60 હજાર ચોરસ મીટર જમીનની બાકી જગ્યાનું 41 કરોડનું પ્રિમિયમ ભરવામાં અખાડા કરવામાં આવ્યાં હતા. ત્યારે તેની વસૂલાત માટે પાલિકા કમિશનરે DRTમાં બોજો પડાવવા પાલિકાને આદેશ કર્યો છે.
પાલિકા કમિશનરે વસૂલાતનો આદેશ આપ્યો
સુરતના નામી રાજહંસ બિલ્ડર્સ ગ્રુપની વધુ એક મુશ્કેલી વધી છે. સંજય મોવલીયાના રાજહંસ ગ્રુપ સામે DRTમાં બોજો પડાવવા પાલિકાએ તજવીજ હાથ ધરી છે. પાલિકાએ અમેઝિયા વોટરપાર્ક માટે આપેલી જગ્યાનો 45 વર્ષનો કરાર કરી પ્રીમિયમની રકમ ભરવા માટે બિલ્ડર્સ ગ્રુપ દ્વારા હાથ ખંખેરવામાં આવ્યા છે. પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, 41 કરોડના બાકી લેણાંની વસૂલાત માટે કાનૂની અભિપ્રાય મેળવી આગળ વધવા સુરત મહાનગરપાલિકા કમિશનરે પાલિકાને આદેશ કર્યો છે. પાલિકા કમિશનરે ડેબ્ત રીકવરી ટ્રીબ્યુનલમાં બોજો પડાવવા આદેશ આપ્યો છે. કમિશનરના હુકમ બાદ પાલિકાએ કાનૂની અભિપ્રાય મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.
પાલિકાની મગોબ વિસ્તારમાં 60995 ચોરસ મીટર જમીન આવેલી છે. આ જમીન ઉપર રાજહંસ એમ્યુઝમેન્ટ પાર્ક પ્રાઇવેટ લિમિટેડ મોવલિયા ગ્રુપ દ્વારા અમેજિયા વોટરપાર્ક શરૂ કરાયો હતો. એક રૂપિયો પ્રતિ ચોરસ મીટરના ભાવથી સંજય મોવલિયા અને મનોજ મોવલીયા સહિતના ભાગીદારોએ પાલિકા સાથે 45 વર્ષનો કરાર કર્યો હતો. પીપીપી ધોરણે થયેલા કરારમાં દર ત્રણ વર્ષે પ્રીમિયમની રકમમાં 15 ટકાનો વધારો કરવા જે-તે સમયે શરતો નક્કી કરવામાં આવી હતી.
2015માં કબજો આપવામાં આવ્યો હતો
આ શરતોને આધીન પાલિકાએ ગ્રુપને વર્ષ 2015માં જમીનનો કબજો આપ્યો હતો. વર્ષ 2016માં એમ્યુઝમેન્ટ પાર્ક અમેઝીયા વોટરપાર્ક શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ક્રમશ: કંપનીની આર્થિક સ્થિતિ ડામાડોળ થવા માંડી હતી. જ્યાં મોવલીયા બંધુઓએ પાલિકાને પ્રીમિયમની રકમ ચૂકવવામાં મોઢું સંતાડવાનું શરૂ કર્યું હતું. જ્યાં પાલિકાએ પ્રીમિયમની 41 કરોડના બાકી લેણાંની વસૂલાત હવે કડકાઇપૂર્વક શરૂ કરી છે. જે માટે ડેબ્ત રિકવરી ટ્રીબ્યુનલમાં જવા તજવીજ હાથ ધરી છે.