Surat Crime Branch: સુરત પોલીસ (Surat Police) દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેણે ડબલ મર્ડર (Double Murder) કર્યા હતાં. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત એક વર્ષની મહેનત બાદ હત્યારા આરોપીને ફરી પકડી પાડ્યો છે. અને સળીયા પાછળ નાંખી દીધો છે.
સુરતનાં લીંબાયત વિસ્તારમાં પત્ની અને પુત્રને જીવતા સળગાવી દેનાર હત્યારા પતિની સુરત ક્રાઇમબ્રાન્ચે (Surat Crime Branch) 23 વર્ષ બાદ ધરપકડ કરી છે હત્યા બાદ આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી પણ તે પેરોલ જમ્પ કરી વેશ બદલી મુંબઈ છુપાયો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચની ટિમે સતત એક વર્ષ મહેનત કરી આ હત્યારા આરોપી ફરી ઝડપી પાડ્યો છે અને કરી દીધો જેલ હવાલે કરી દીધો છે.
મૃતક મહિલાની આત્માને મળી શાંતિ- સુરતનાં લીંબાયત વિસ્તારમાં વર્ષય 1995 માં એક ચકચારી ડબલ મર્ડરનો બનાવ બન્યો હતો જેમાં પતિ દ્વારા જ પત્ની અને પોતાના 7 વર્ષનાં બાળકને કેરોસીન છાંટી જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા ઘટનામાં ગંભીર રીતે દાઝેલા પત્ની અને પુત્ર નું સારવાર દરમિયાન મોત નિજ્યું હતું પોલીસ એ ઘટના ને લઈ ડબલ મર્ડર નો ગુનો નોંધાયો હતો જેમાં મૃતક મહિલાનું મૃત્યુ પેહલા પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું જેમાં આરોપીની પત્નીએ જણાવ્યું હતું કે તેનાં પતિ રમેશ ઉત્તમ તાયદનું અન્ય કોઈ પર સ્ત્રી સાથે આડા સંબંધ હતા જેથી તે મને અને તેને સાથે રાખવા અને ઘરમાં લાવા માંગતો હતો
આ માટે તે ઘણી વખત મારી સાથે ઝઘડો કરતો મને માર મારતો. ઘટનાનાં દિવસે આ બને વચ્ચે આ વાતને લઈને મોટો ઝઘડો થયો હતો બસ હત્યારા પતિએ પ્રેમિકાને પામવા અને તેની વચ્ચે કાંટો બનેલી પત્નીને હટાવી દેવા માટે તેની હત્યા કરવાનું કારસ્તાન રચી નાખ્યું એક દિવસ તેણે તેની પત્ની અને તેના સાત વર્ષ ના દીકરા પર કેરોસીન છાંટી માચીસ ચાંપી તેઓને જીવતા સળગાવી દીધા અને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ પત્ની રાજ કન્યા ને સાત વર્ષનાં પુત્રને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બને નું ટૂંકી સારવાર દરમિયાન મોટ નીપજ્યું હતું.
સુરત ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ ઝેડ એન ધાસુરાનાં જણાવ્યાં અનુસાર, ઘટનાને લઈ પોલીસ એ મર્ડર નો ગુનો નોંધાયો હતો અને આરોપીની શોધ શરૂ કરવામાં આવી હતી જ્યાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો ત્યાં સુરત સેશન કોર્ટ દ્વારા આરોપીને ડબલ મર્ડરનાં ગૂનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી ત્યારે તે વર્ષ 1999માં પેરોલ મળતા તે જામીન પર આવ્યો હતો ત્યારબાદ આરોપી પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. તે સતત 23 વર્ષ સુધી અલગ અલગ વેશ બદલી અલગ અલગ જગ્યા એ નાસ્તો ભાગતો હતો.
" isDesktop="true" id="1187709" >
પોલીસ તેને શોધવા સતત 23 વર્ષ મહેનત કરી રહી હતી ત્યારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જે ડબલ મર્ડર કરી ફરાર આરોપી છે તે મુંબઈનાં ઉલ્લાસ નગરમાં આવેલા ભરત નગર 2 માં રહે છે સુરત ક્રાઇમબ્રાન્ચ એ તેના માંથા પર વાગેલા એક નિશાનની ખરાઈ કરતા તે આ જ ડબલ મર્ડરનો આરોપી હોવાનું બહાર આવ્યું હતું તે ત્યાં પોતાનું નામ બદલી રહેતો હતો. રમેશ તાયદેની જગ્યા એ તે દિનેશ બની રહેતો હતો સાથે તેણે અન્ય એક સ્ત્રી સાથે લગ્ન પણ કરી નાખ્યા હતા જ્યાં તેને બીજી પત્ની થી એક 18 વર્ષનો પુત્ર પણ હોવાનું બહાર આવ્યુ છે.
હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેને ઝડપી પાડી ફરીથી વડોદરાની જેલમાં મોકલી દીધો છે. ત્યારે ફરીથી કહેવત સાચી પડી કે, કાનુન કે હાથ લંબે હોતે હૈ..