Home /News /surat /સુરત : સિનિયર વકીલે આપઘાત કરી જિંદગી ટૂંકાવી, 8 મહિનાથી કોર્ટે ગયા નહોતા, મોતનું રહસ્ય ઘેરાયું

સુરત : સિનિયર વકીલે આપઘાત કરી જિંદગી ટૂંકાવી, 8 મહિનાથી કોર્ટે ગયા નહોતા, મોતનું રહસ્ય ઘેરાયું

પુત્ર વિદેશમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો છે, વકીલ આર્થિક તંગી અનુભવતા હોવાની ચર્ચા, 20-25 વર્ષથી શહેરમાં વકીલાત કરતા હતા,.

પુત્ર વિદેશમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો છે, વકીલ આર્થિક તંગી અનુભવતા હોવાની ચર્ચા, 20-25 વર્ષથી શહેરમાં વકીલાત કરતા હતા,.

સુરતમાં (Surat)માં કોરોનાને લઈને (coronavirus) આર્થિક સંકડામણ અનુભવતા લોકો આપઘાત (Suicide) કરતા હોય છે ત્યારે આજે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા અને  વ્યવસાયે વકીલે (Advocate) આપઘાત કરી લેતા ચકચાર મચી જવા મચી જવા પામી છે. જોકે આર્થિક રીતે સધ્ધર અને મોટું નામ ધરાવતા વકીલે આર્થિક તંગીને લઈને (Economic Constraint) આપઘાત કરી લીધનની વાતે વેગ પકડ્યું છે. ત્યારે વકીલના આપઘાતને  વકીલ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કોરોના મહામારી વચ્ચે વેપાર ઉધોગ બંધ તથાને બેકાર બનેલા લોકો પરિવારન ગુજરાન ચાલવામાં નિષ્ફળ અથવા આર્થિક તંગીને લઈને આપઘાત સુધીના પગલાં ભર્યા  હોવાનું સામે આવ્યુ છે ત્યારે આવી વધુ એક ઘટના આજરોજ સુરત ખાતે બની છે. સુરત ના રાંદેર વિસ્તારમાં આવેલ ગોરાટ રોડ પર આવેલ આશિયાના કોમ્પલેક્ષમાં આદમ સુલેમાન જરંગ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. છેલ્લા 20-25 વર્ષથી વકીલાત કરતા હતા.

આ પણ વાંચો : સુરત : 'લૂંટેરી ગ્રાહક' ઝડપાઈ, ખરીદીના બહાને બજારમાં ફરતી હતી મહિલા, મોકો જોઈને કરતી હતી હાથફેરો

રાંદેરના જાણીતા અને શેહરના  નામી વકીલ   મસ્તાન સાહેબને  ત્યાં આસિસ્ટન્ટ હતા. આજે સવારે નમાઝ પઢી ઘરે આવ્યા બાદ દરવાજો નહી ખોલતાં પરિવારને શંકા ગઈ હતી. દરવાજો તોડતા ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા જોએક ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેવાની ઘટના માં પરિવાર શોકમાં ગરકાઉ થઈ ગયું હતું.

જોકે ઘટનાની જાણકારી પોલીસને આપતા પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી આવી હતી અને આ મામલે તપાસ કરતા આપઘાત કરનાર વકીલ આઠ મહિનાથી કોર્ટમાં ગયા ન હોવાનું સામે આવ્યું હતું.
" isDesktop="true" id="1057138" >

આ પણ વાંચો : અમદાવાદ : સુખી સંપન્ન ઘરના લબરમૂછિયા દારૂ સાથે ઝડપાયા, 31st-Decએ વેચવાનો હતો પ્લાન

કોર્ટમાં પ્રેક્ટિસમાં ન જતા હોવાને લઈને છેલ્લા કેલાક સમયથી વકીલ આર્થિક ભીંસમાં હતા. જેને લઇને આ પગલું ભર્યાની ચર્ચા એક બાજુ પકડ્યું છે, ત્યારે સુખી પરિવારના વકીલે આપઘાત કરતા અનેક તર્ક વિતર્ક ચાલી રહયા છે. જોકે આપઘાત કરનાર વકીલનો એકનો એક પુત્ર યુરોપમાં MBBS નો અભ્યાસ કરે છે જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વકીલના આપઘાત ને લઈને પરિવાર સાથે વકીલાત સાથે જોડાયેલ લોકોમાં મોજું ફરી વળ્યું છે. પરંતુ આપઘાતનું સાચું કારણ તો પોલીસ તપાસના અંતે જ ખુલશે.
First published:

Tags: Gujarati news, Latest News, Surat Court, Surat Crime, Surat suicide