Home /News /surat /

સુરતમાં નાની બાળકીને હવસનો શિકાર બનાવી હત્યા કરનાર આરોપીને 120 દિવસમાં જ ફાંસીની સજા

સુરતમાં નાની બાળકીને હવસનો શિકાર બનાવી હત્યા કરનાર આરોપીને 120 દિવસમાં જ ફાંસીની સજા

આરોપીએ માસુમ બાળકીના મોઢા પર પથ્થર વડે હુમલો કરી તેની કરપીણ હત્યા કરી નાંખી હતી

પોલીસે બાળકી ગુમ થયાની જાણકારી મળતા જ નજીકના સીસીટીવી કેમેરા ચેક કરતા બાળકી એક યુવક સાથે જતા જોવા મળી હતી. તપાસ કરતાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી.

સુરત (Surat)ના પુણા વિસ્તારમાં એપ્રિલ મહિનામાં માતા-પિતા સાથે સુતેલી 3 વર્ષની બાળકીના અપહરણ બાદ તેની સાથે દુષ્કર્મ (Rape case) આચરી બાળકીની હત્યા (Murder) કરવામાં આવી હતી. જોકે આ ગુનામાં સંડોવાયેલા આરોપીનો કેસ આજરોજ સુરત કોર્ટ (Surat Court)માં ચાલી જતા આરોપીને કોર્ટ ફાંસીની સજા ફટકારી છે. જોકે સુરતમાં અત્યાર સુધીમાં બાળકો સાથે દુષ્કર્મ કેસમાં 6 લોકોને ફાંસીની સજા આપવામાં આવી છે

સુરતમાં સતત નાની બાળકીઓ સાથે બની રહેલ દુષ્કર્મની ઘટનાઓ બાદ આરોપીને ઝડપી અને કડકમાં કડક સજા ફાટકાર આવતી હોય છે. જોકે આવા નરાધમોને આજીવન અથવા ફાંસીની સજા સુરત કોર્ટ દ્વારા આપવામાં આવે છે ત્યારે 2022 વર્ષની 14 એપ્રિલના રોજ સુરતના પુણા વિસ્તારમાં પરિવાર સાથે ફૂટપાથ પર સુતેલી બાળકી પર નજીકમાં રખડતું જીવન જીવતા રામપ્રસાદ ઉર્ફે લલનસિંગ મહેશસિંગ ગૌણ હવસનો કીડો સળવળતા બાળકીનું પહેલા અપહરણ કર્યુ હતું અને બાદમાં નજીક આવેલ ખુલ્લી જગ્યાએ લઇ ગયા બાદ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો- તાપીમાં જમીનના ડખામાં સગા ભાઈએ વિધવા બહેનને મોતને ઘાટ ઉતારી દીધી

હવસખોર નરાધમ બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ આટલે અટક્યો ન હતો અને ફુલ જેવી માસુમ બાળકીના મોઢા પર પથ્થર વડે હુમલો કરી તેની કરપીણ હત્યા કરી નાંખી હતી અને બાળકીનો મૃતદે ત્યાં આગળ જ જમીનમાં દાટી તેના પર કચરો નાખી ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન બાળકીના પરિવારજનોએ બાળકી ન મળતા તાત્કાલિક પોલીસને જાણકારી આપી હતી અને પોલીસે નાની બાળકી ગુમ થતાની સાથે જ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ પણ વાંચો- બોટાદમાં લોકોએ 40-40 રૂપિયામાં મોતની પોટલી ખરીદી 

પોલીસે બાળકી ગુમ થયાની જાણકારી મળતા જ નજીકના સીસીટીવી કેમેરા ચેક કરતા બાળકી એક યુવક સાથે જતા જોવા મળી હતી. તપાસ કરતાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. સાથે જ ગણતરીના દિવસોમાં આરોપી વિરુદ્ધ સુરત પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. અને 120 દિવસ ચાલેલા કેસમાં આજરોજ આરોપીને સુરતની એડિશનલ ડ્રિસ્ટિક એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. ત્યાં જ બાળકો સાથે દુષ્કર્માના મામલામાં સુરત કોર્ટે અત્યાર સુધીમાં આ છઠ્ઠી ફાંસીની સજા ફટકારી છે
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat Crime, Surat Crime Latest News, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन