સુરતના જહાંગીર પુરા વિસ્તારમાં પાડોશમાં રહેતી ચાર વર્ષની બાળકી પોતાના ઘરમાં રમવા માટે બોલાવી દુસ્કર્મ આચરનાર એક યુવાનને રંગે હાથ પકડી પાડ્યો હતો અને પાડોશીએ આવીને આ યુવાને માર મારી પોલીસના હવાલે કર્યો હતો. આ કેસ આજે સુરતની કોર્ટમાં ચાલી જતા કોર્ટ આરોપીને 3 વર્ષની સજા ફટકારી હતી અને જો દંડ નહિ ભરેતો વધુ 6 માસની સજા કરવાનો આદેશ કર્યો હતો.
સુરતના જહાંગીર પુરા વિસ્તારમાં આવેલા આવાસ ખાતે રહેતી ચાર વર્ષીય બાળકીને પોતાના ઘરમાં રમવા માટે બોલાવી બાળકી સાથે દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતું. જોકે આ સમયે બાળકીની માતા આવી જતા બાળકી અને યુવાનને કઢંગી હાલતમાં જોઈ જતા આ યુવકને બે લાફા મારી પોતાના પતિ અને પાડોશીઓને બોલાવતા પાડોશી દ્વારા પણ આ યુવાને માર મારીને પોલીસના હવાલ કરવામાં આવ્યો હતો.
7/08/2019માં બનેલી આ ઘટના મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ મામલે સુરતની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો ત્યારે આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ હોય તેવું સામે આવ્યું નથી. આરોપી સામે જે ગુનો પુરવાર થયો છે તેમાં ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 360 કે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટની જોગવાઈનો લાભ આપવો ઉચિત અને ન્યાયી કોર્ટને જણાયો નથી.
હાલમાં દિનપ્રતિદિન નાની વયના કુમળા બાળકો સાથે તેમના પરિચીત દ્વારા અને નજીકના સગાઓ દ્વારા જાતિય શોષણના કેસમાં વધારો થયો છે. આવા ભોગ બનનારના માતા-પિતા સમાજમાં ભોગ બનનારની આબરૂ ન જાય તેવા કારણોસર ફરિયાદ કરતા નથી. જેથી આવા ગુનાઓમાં કોઈ પણ પ્રકારની હળવાશ રાખવી જોઈએ નહી.
આ તમામ હકીકત ધ્યાને લેતા આરોપીને મહતમ સજા ન કરતા ત્રણ વર્ષની સજા કરવામાં આવી છે. એક હજાર દંડ આરોપી ન ભરે તો છ માસની કેદની વધુ સજા કરવામાં આવી છે. જોકે, સુરત કોર્ટમાં બાળકી સાથે દુસ્કર્મ અને પોક્સો એક હેઠળ અનેક કેસમાં આકરી સજા પણ કરવામાં આવી છે, ત્યારે આ કેસમાં પણ તમામ પુરાવાના આધારે આ સજા ફટકારવામાં આવી છે.