સુરત પાંડેસરા (Surat pandesara) વિસ્તારમાં આવેલી કૈલાસ ચોકડી નજીક પાલિકાના (Dumper of SMC) ડમ્પરે નોકરી પર જઈ રહેલા સ્કૂટર (Scooter rider) સવાર આધેડને અડફેટે (Accident) લેતા ઘટના સ્થળ કરુંણ મોત (Death) નીપજ્યું છે જકે અકસમાતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં (CCTVમાં) કેદ થવા પામી છે. મૃતક કપડાં કારખાનામાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો અને ઘરેથી નોકરીએ જવા નીકળ્યો હતો. માતેલા સાંઢની જેમ ફરતા પાલિકાના ડમ્પરોના કારણે એક આશાસ્પદ યુવકનો જીવ જતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યારે એક પરિવારનો દિપક આ કાળમુખા ડમ્પરની અડફેટે બુજાઈ ગયો છે.
સુરતના પાંડેસરા વિસ્તરમાં એક એવી હિટ એન્ડ રનની ઘટના બની છે જેને લઈને સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામી છે. આજ વિસ્તરમાં રહેતો અને કાપડ ના કારખાનામાં સુપર વાઇઝર તરીકે કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો યુવાન આજે પોતાની ગાડી પર પોતાની નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલી કૈલાસ ચોકડી નજીક પાલિકાની કચરા ગાડી પસાર થઈ રહી હતી.
ત્યારે આ યુવાનની ગાડીને ટક્કર વાગતા આ યુવાન પોતાની ગાડી પરનું નિયંત્રણ ગુમાવી દેતા મનપા કચેરી ગાડીના પાછળના વ્હીલમાં આ યુવાની ગાડી આવી ગઈ હતી જેને લઈને યુવાનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું હતું.
જોકે મૃતક બલરામભાઈ છોટુભાઈ નાયક હેલમેટ પહેરીને સ્કૂટર પર જઈ રહ્યા હતા આ દરમિયાન ડમ્પરની ટક્કરથી નીચે પટકાયા હતાં. માથે હેલમેટ પહેર્યુ હોવા છતાં એક્સિડેન્ટમા બલરામભાઈનું હેલ્મેટ નીકળી ગયું હતું. માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ તેમનું મોત થયું હતું.
સુરત : પાલિકાના ડમ્પરની અડફેટે સ્કૂટર ચાલકનું મોત, ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યો pic.twitter.com/KvGUqgbkEv
જોકે અકસ્માત ના પગલે નજીકના લોકો દોડી આવ્યા હતા જેને લઈને મનપા કચરાની ગાડી ચાલાક ગાડી મૂકીને ત્યાંથી ફરાર થઈ જવા પામ્યો હતો જોકે ઘટના જાણકારી મળતા પોલીસે બનાવ વાળી જગ્યા પર પહોંચીને આ મામલે ગુનો નોંધી આરોપી શોધખોળ શરુ કરી છે જોકે બીજી બાજુ યુવાન મોતના સમાચાર મળતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર