Home /News /surat /અકસ્માતનો live video, સુરત નજીક નેશનલ હાઇવે ઉપર ફૂલ સ્પીડ દોડતી પિકઅપ જીપ ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ

અકસ્માતનો live video, સુરત નજીક નેશનલ હાઇવે ઉપર ફૂલ સ્પીડ દોડતી પિકઅપ જીપ ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ

video પરની તસવીર

ટ્રક સામેની સાઈડથી અંદર રસ્તો ક્રોસ કરીને ધીમે ધીમે બીજી તરફના રોડ પર આવી રહી હતી એ દરમિયાન ફૂલ સ્પીડમાં આવતી પિક અપ ગાડી ટ્રકના પાછળના ભાગે અથડાઈને પલટી મારી ગઈ હતી.

કેતન પટેલ, બારડોલીઃ સુરત નજીક મુંબઇ અમદાવાદ નેશનલ હાઇવે (mumabi-Ahmedabad highway) ઉપર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. ચલથાણ ખાતેથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. હાઈ વે પર રસ્તો ક્રોસ કરી રહેલા ટ્રકની (truck-jeep accident) પાછળ પિક અપ ગાડી ધડાકાભેર અથડાઈ હતી. બાદમાં પલટી મારી ગઈ હતી. જો કે, અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો. અકસ્માતના સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં (accident cctv) કેદ થઈ ગયા હતાં.

હાઈવે ક્રોસ કરતાં ટ્રક સાથે અકસ્માત
ચલથાણ પ્રિન્સ કટ પાસે ટ્રક ચાલકે એકાએક હાઇ વે ક્રોસ કરતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક સામેની સાઈડથી અંદર રસ્તો ક્રોસ કરીને ધીમે ધીમે બીજી તરફના રોડ પર આવી રહી હતી એ દરમિયાન ફૂલ સ્પીડમાં આવતી પિક અપ ગાડી ટ્રકના પાછળના ભાગે અથડાઈને પલટી મારી ગઈ હતી. જો કે ટ્રક ચાલક તો મદમસ્ત રીતે ટ્રકને ચલાવીને ત્યાંથી નીકળી ગયો હતો.

ટ્રક ઓવરલોડિંગ હોવાની આશંકા
સમગ્ર એક્સિડન્ટ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. પાછળથી આવતી પિક અપ ફૂલ સ્પીડે અથડાયા બાદ ટ્રક માત્ર થોડો હલ્યો જ હતો. ટ્રકની સ્પીડ ઓછી હતી અને ટ્રક ઓવર લોડિંગ હોવાથી ટ્રક પિક પલટી મારી ગયા બાદ પણ તેની દરકાર લીધા વગર જ નાસી છૂટ્યો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ કમકમાટી ભર્યો અકસ્માતનો live video, બાઈક ધડાકાભેર કારને અથડાયું, ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા બે યુવક

આ પણ વાંચોઃ-ચાલું બાઈક પર બે યુવકોના જોરદાર સ્ટંટ અને પછી અચાનક ઊંધા માટે પટકાયા, જુઓ live video

આ પણ વાંચોઃ-જન્મદિવસની પાર્ટીમાં થઈ મોટી બબાલ, ઢાબા ઉપર મારામારી દરમિયાન બર્થ ડે બોયનું મોત

આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ઉલ્લેખનીય છે કે સુરતના કડોદરા ખાતે સ્થાનિક બાઈક સવારને ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક ટ્રકના આગળના ભાગે ફસાઈ ગયું હતું.

અકસ્માતનો લાઈવ વીડિયો અહીં જુઓઃ-



ઘટનાના પગલે બાઈક ચાલકને ગંભીર રીતે ઈજાઓ થતાં તેને હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. અકસ્માતના પગલે ટ્રકની આગળના ભાગમાં ફસેયાલા બાઈકને બહાર કઢાયું હતું. જોકે, આ ઘટનાના પગલે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી.
First published:

Tags: Live Accident video, Road accident, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો