Home /News /surat /Live Accident Video: સુરતમાં બેફામ કારચાલકે યુ-ટર્ન લીધો અને બાઈક ચાલક ધડાકાભેર અથડાયો,

Live Accident Video: સુરતમાં બેફામ કારચાલકે યુ-ટર્ન લીધો અને બાઈક ચાલક ધડાકાભેર અથડાયો,

કાર સાથે ધડાકાભેર અથડાયા બાદ બન્ને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સુરતના કતારગામ અને અડાજણને જોડતા જિલ્લાના બ્રિજ ઉપર એક ફોરવ્હીલ કારચાલકે પોતાની ગાડી રસ્તામાં યુ-ટર્ન મારી દીધો હતો. જેને લઈને પાછળ આવતી મોટરસાયકલ આ ગાડી સાથે ધડાકાભેર અથડાઈ હતી. જોકે આકસ્માતના પગલે મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજા થવા પામી હતી.

વધુ જુઓ ...
સુરત શહેર (Surat)માં જે રીતે ટ્રાફિક (Surat Traffic) વધી રહ્યો છે તેને લઈને અકસ્માતો  (Accident) ના થાય તે પ્રકારનું આયોજન સુરત મહાનગરપાલિકા (SMC) અને પોલીસ (Surat Police) દ્વારા કરવામાં આવી રહ્યું છે પણ કેટલાક ગાડી ચાલકો બેફામ ગાડી ચલાવી લોકોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે. ત્યારે સુરત જિલ્લાના બ્રિજ પાસે આવા જ અકસ્માતની ઘટના (Surat Accident) બની હતી. જેમાં ગાડી ચાલકે યુ-ટર્ન મારી દીધો હતો. જેના કારણે બાઈક સવાર ગાડીમાં ધડાકાભાર અથડાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી (Surat Accident CCTV)માં કેદ થવા પામી હતી. જોકે અકસ્માતને લઈને બાઈક ચાલકને ગંભીર ઇજા પણ થઇ હતી.

સુરત શહેરમાં જેમ-જેમ વિસ્તરી રહ્યું છે તેમ-તેમ સુરતમાં અકસ્માતો પણ સર્જાય રહ્યા છે ત્યારે આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં ઠેઠે ઓવરબ્રિજી બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે બ્રીજ પર દોડતા વાહનો બેફામ ગતિએ દોડતા હોય છે ત્યારે કેટલાક વાહનચાલકો બેફામ ગતિએ દોડતા હોય છે કે પાછળથી આવતી અન્ય ગાડીના ચાલકો માટે જીવનું જોખમ ઊભું કરી દેતા હોય છે. આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.



સુરતના કતારગામ અને અડાજણને જોડતા જિલ્લાના બ્રિજ ઉપર એક ફોરવ્હીલ કારચાલકે પોતાની ગાડી રસ્તામાં યુ-ટર્ન મારી દીધો હતો. જેને લઈને પાછળ આવતી મોટરસાયકલ આ ગાડી સાથે ધડાકાભેર અથડાઈ હતી. જોકે આકસ્માતના પગલે મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજા થવા પામી હતી. અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થવા થઈ હતી. બાઈકસવાર કિશન ઉર્ફે ચિંતન સંજય રાઠોડ તથા તેનો મિત્ર વિશાલ મિતેશ પૈકી કિશન ઉર્ફે ચિંતન સ્પ્લેન્ડર લઈને આવી રહ્યા હતા, એ દરમિયાન કારચાલકે સાઈડલાઈટ કે કોઈ સિગ્નલ દર્શાવ્યા વગર જ કારને ડાબી બાજુ ટર્ન લીધો હતો. જેથી બાઈક પરના બન્ને મિત્રો ધડાકાભેર કાર સાથે અથડાયા બાદ નીચે પટકાયા હતા.

આ પણ વાંચો- વરસાદમાં ડાંગ જિલ્લો સોળેકળાએ ખીલી ઉઠ્યો, આહવા નજીક જીવંત થયો શિવ ઘાટ ધોધ

કાર સાથે ધડાકાભેર અથડાયા બાદ બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કિશન હાલ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ છે, તેને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકોએ મોઢામાં આંગળા નાખી દીધા હતા. ગાડી ચાલકની ભૂલને લઈને બાઈક સવાર યુવકોના જીવ જોખમમાં મુકાયા હતા. જો કે પોલીસે વીડિયો વાયરલ થતાની સાથે જ ગાડી ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Gujarati news, Surat Accident, Surat Accident Video, Surat news, સુરતના સમાચાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો