Home /News /surat /ACB trap: સુરતમાં પતિના અવસાન બાદ તેમના GPFના રૂપિયા માટે પણ આરોપીએ લાંચ માંગી, લાંચિયો અધિકારી ઝડપાયો
ACB trap: સુરતમાં પતિના અવસાન બાદ તેમના GPFના રૂપિયા માટે પણ આરોપીએ લાંચ માંગી, લાંચિયો અધિકારી ઝડપાયો
લાંચિયો અધિકારી ઝડપાયો
Surat Crime News: આ કામના ફરિયાદીના પતિનું અવસાન થયેલ હોય અને તેઓના જી.પી.એફ.ના (GPF money) નાણાં મેળવવા ફરિયાદીએ અરજી કરેલ હતી અને આ જી.પી.એફ.ના નાણાંનો ચેક તૈયાર કરી આપવા લાંચ પેટે (Bribe) રૂ.7,000ની માંગણી કરી હતી.
અમદાવાદઃ એસીબી દ્વારા વધુ એક સફળ ટ્રેપ (ACB trap) કરવામાં આવી છે અને આ વખતે acbની લપેટમાં સમીરભાઈ રૂસ્તમભાઈ ભગત, હોદ્દો-સિનીયર કલાર્ક વર્ગ-૩, જી.પી.એફ. વિભાગ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી આવ્યા છે. acbએ 31-3-2022ના રોજ આ ટ્રેપ કરી છે અને જેમાં લાંચની માંગણીની રકમ રૂ.7,000 હતી અને આરોપીએ લાંચની (bribe money) રકમ સ્વીકારેલ છે અને acb દ્વારા લાંચની રકમ રિકવર પણ કરી છે. આ ટ્રેપ રૂમ નં.૧૯, ત્રીજો માળ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની કચેરી, કાસકીવાડ, જુના બસ સ્ટેન્ડ, ભાગળ, સુરતમાં (surat) થઈ છે.
ઘટનાની વિગતવાર વાત કરીયે તો આ કામના ફરિયાદીના પતિનું અવસાન થયેલ હોય અને તેઓના જી.પી.એફ.ના નાણાં મેળવવા ફરિયાદીએ અરજી કરેલ હતી અને આ જી.પી.એફ.ના નાણાંનો ચેક તૈયાર કરી આપવા આ કામના આરોપીએ ફરિયાદી પાસે લાંચ પેટે રૂ.7,000ની ગેરકાયદેસર રીતે માંગણી કરી હતી.
જોકે ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી ફરિયાદીએ એસીબીમાં પોતાની ફરીયાદ આપતા ફરિયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. અને લાંચના છટકા દરમ્યાન પંચ નં.1ની હાજરીમાં ફરિયાદી સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, ફરિયાદી પાસેથી રૂ.7000લાંચની રકમ સ્વીકારી રંગે હાથ પકડાઈ ગયા છે.
ઉપરોકત આરોપીને એસીબીએ ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Acbમાંથી ટ્રેપિંગ અધિકારી શ્રીમતી એ.કે.ચૌહાણ,પોલીસ ઇન્સ્પેકટર,(ફિલ્ડ) એસીબી સુરત એકમ તથા સ્ટાફ ના માણસો ની સાથે કમગીરી કરવામાં આવી.
જેનો સુપરવિઝન શ્રી એન.પી.ગોહિલ , મદદનીશ નિયામક, એસીબી સુરતદ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે acb દ્વારા વારંવાર આ રીતે ટ્રેપ ની કાર્યવાહી કરવામાં આવે છે તેમ છતાં લાંચિયા અધિકારીઓ ને માનો કે કોઈ બીક નથી અને લાંચ માંગતા હોય છે.