Home /News /surat /

સુરતમાં મેહુલ બોઘરાનો મામલો શાંત પડ્યો નથી ત્યાં પોલીસ કોન્સ્ટેબલે વધુ એક કાંડ કરી નાંખ્યો

સુરતમાં મેહુલ બોઘરાનો મામલો શાંત પડ્યો નથી ત્યાં પોલીસ કોન્સ્ટેબલે વધુ એક કાંડ કરી નાંખ્યો

ફરિયાદી કોન્સ્ટેબલને લાંચ આપવા માગતો ન હોવાના કારણે તેને એન્ટી કરપ્શન બ્યુરોને આ બાબતે માહિતી આપી હતી.

પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદીને દિલ્હીગેટ પોલીસ ચોકીની બાજુમાં આવેલી કમ્ફર્ટ હોટલના પાર્કિંગમાં લાંચની રકમ આપવા માટે બોલાવ્યો હતો. જ્યારે ફરિયાદીએ કોન્સ્ટેબલને લાંચની રકમ આપી ત્યારે તરત જ લાંચની રકમ સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરોએ કોન્સ્ટેબલ જીગ્નેશને ઝડપી પાડવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
સુરત (Surat CRime)માં કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે સુધરી હોવાની મોટી મોટી વાતો કરતા સુરત પોલીસ કમિશનર વિભાગના કર્મચારીઓ ગઇ કાલે ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોય તેવી ઘટના સામે આવી હતી. સુરતમાં ટ્રાફિક પોલીસ (Surat Traffic Police) સાથે ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ વકીલ પર ડંડા વડે જાહેરમાં વકીલને માર માર્યો હતો. ત્યારે હવે મહિધરપુરા પોલીસ સ્ટેશન (Mahidharpura Police Station)ના કોન્સ્ટેબલને લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપી પાડ્યો છે.

આજે લાંચિયા (Bribe) અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે સુરતમાં એન્ટીકરપ્શન બ્યુરો (Surat ACB) દ્વારા એક પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથે (Police Bribe) ઝડપી પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો- '10,000 મહિલાઓ સાથે સંબંધો બનાવી ચુક્યો છું' કહેનાર સ્ટાર ફૂટબોલરને બળાત્કાર પીડિતાએ ઉઘાડો પાડ્યો

મહિધરપુરા પોલીસ સ્ટેશન (Mahidharpura Police Station)માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જીગ્નેશ પાંત્રોડ નામના પોલીસકર્મી એ એક મહિલા પર દાખલ થયેલા દારૂના કેસમાં ફરિયાદીનુ નામ નહીં ખોલવા માટે 50,000 રૂપિયાની માંગણી ફરિયાદી પાસેથી કરવામાં આવી હતી. અંતે દારૂના કેસમાં નામ ન ખોલવા માટે કોન્સ્ટેબલે આ વ્યક્તિને 30 હજાર રૂપિયા આપવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો- સુરતમાં 40 જોડી કપડા અને અઢી લાખ રૂપિયા લઇ ભાગેલી 'લૂંટેરી દુલ્હન' ઝડપાઇ

ફરિયાદી કોન્સ્ટેબલને લાંચ આપવા માગતો ન હોવાના કારણે તેને એન્ટી કરપ્શન બ્યુરોને આ બાબતે માહિતી આપી હતી. આ ઉપરાંત કોન્સ્ટેબલે ફરિયાદીને દિલ્હીગેટ પોલીસ ચોકીની બાજુમાં આવેલી કમ્ફર્ટ હોટલના પાર્કિંગમાં લાંચની રકમ આપવા માટે બોલાવ્યો હતો. જ્યારે ફરિયાદીએ કોન્સ્ટેબલને લાંચની રકમ આપી ત્યારે તરત જ લાંચની રકમ સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરોએ કોન્સ્ટેબલ જીગ્નેશને ઝડપી પાડવામાં આવ્યો હતો.
Published by:rakesh parmar
First published:

Tags: Surat police, Surat Police Bribe, સુરત પોલીસ, સુરત સમાચાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन