Home /News /surat /

Maharashtra Political Crisis: મહારાષ્ટ્ર સરકારના સંકટ પર AAP નો ધડાકો, શિવસેનાના MLA ને આખી રાત ટોર્ચર કરાયા

Maharashtra Political Crisis: મહારાષ્ટ્ર સરકારના સંકટ પર AAP નો ધડાકો, શિવસેનાના MLA ને આખી રાત ટોર્ચર કરાયા

ગોપાલ ઈટાલિયાએ મહારાષ્ટ્ર સરકારમાં થઇ રહેલી ઉથલપાથલ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ગોપાલ ઇટાલિયા એ જણાવ્યું કે, સૂત્રો પાસેથી તેમને જાણવા મળ્યું છે કે જૂની ટીજીબી અને હાલની લા મેરેડિઅન હોટલમાં જે શિવસેનાના ધારાસભ્યોને લાવવામાં આવ્યા છે તેમને ગઈકાલ રાત્રે કમિશનરને સીધી સૂચના આપીને સી.આર. પાટીલ દ્વારા આખી રાત ટોર્ચર કરવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: મહારાષ્ટ્રની સરકાર સંકટ (Maharashtra Political Crisis)માં આવી છે. વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેના (shivsena)ના 30થી વધારે ધારાસભ્યો સુરત (Surat)ની એક હોટલમાં ગુપ્તવાસમાં છે, જેમાં શિવસેના (shivsena)ના મોટા નેતા એકનાથ શિંદે (eknath shinde) પણ સામેલ છે. સુરતની જે હોટલમાં શિવસેનાના ધારાસભ્યો રોકાયા છે ત્યાં ચુસ્ત પોલીસ (Surat Police)બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અહીં કોઈને જવાની મંજૂરી નથી. બીજી તરફ જે ધારાસભ્યો સુરતની હોટલ ખાતે એકનાથ શિંદે સહિત કુલ 26 નામ સામેલ છે. ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટી (AAP Gujarat)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા (Gopal Italia)એ આજે પત્રકારોને સંબોધતા મહારાષ્ટ્ર સરકારમાં થઇ રહેલી ઉથલપાથલ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

    પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ ઇટાલિયા એ જણાવ્યું કે, સૂત્રો પાસેથી તેમને જાણવા મળ્યું છે કે જૂની ટીજીબી અને હાલની લા મેરેડિઅન હોટલમાં જે શિવસેનાના ધારાસભ્યોને લાવવામાં આવ્યા છે તેમને ગઈકાલ રાત્રે કમિશનરને સીધી સૂચના આપીને સી.આર. પાટીલ દ્વારા આખી રાત ટોર્ચર કરવામાં આવ્યા છે. તેમાંથી બે-ત્રણ શિવસેનાના ધારાસભ્યોએ ભાગવાની કોશિશ કરતા ક્રાઇમ બ્રાન્ચની મદદથી એક-બે ધારાસભ્યોને નવસારીથી પકડી લેવામાં આવ્યા છે, એક-બે ધારાસભ્યોને સિવિલ હોસ્પિટલમાં લઇ જઈને બળજબરીથી ઘેનના ઇન્જેકશનો આપવામાં આવ્યા છે. આમ સી.આર. પાટીલે અને ઇન્ચાર્જ કમિશ્નરે આખી રાત તે ધારાસભ્યોને ખુબ જ ટોર્ચર કરવાનું કામ કર્યું છે. આ ઘટનાના પુરાવા માટે મીડિયા જન ઈચ્છે તો હોટલ અને સિવિલ હોસ્પિટલના CCTV કેમેરામાં ચકાસણી કરી શકે છે.



    આ પત્રકાર પરિષદમાં ગોપાલ ઈટાલિયાની સાથે લિંબાયતના કાર્યકર્તા પંકજભાઈ તાહિર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દ્વારા સી.આર. પાટીલના ફોન કોલ સંબંધિત માહિતી મીડિયા સમક્ષ મૂકવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે સી.આર. પાટીલ એ ફોન પર ધાક ધમકી આપી હોવાનો આરોપ ગોપાલ ઈટાલિયા એ લગાવ્યો હતો. ત્યાં જ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી માંગણી કરી હતી કે પોલીસ સી.આર. પાટીલની ધરપકડ કરે. ત્યાં જ તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, પાટીલના ઈશારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો- સીઆર પાટીલ પર AAP નેતાને ધમકી આપ્યાનો આરોપ, ફોન કરીને કહ્યા અપશબ્દો

    વધુમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, આજે જનતાની સામે અમે સી.આર. પાટીલની વાસ્તવિકતા ઉજાગર કરવા અમે અહીં આવ્યા છીએ અને અહીંથી અમે લિંબાયત પોલીસ સ્ટેશન જઈને સી.આર. પાટિલ વિરુદ્ધ FIR પણ નોંધવાના છીએ. અને અમે ઇચ્છિએ છીએ કે પોલીસ દ્વારા પાટીલની ધરપકડ થાય. ચૂંટણીના એફિડેવિટમાં સી.આર. પાટીલે જે નંબર આપ્યો હતો તે જ નંબર પરથી પંકજભાઈ તાહિર ને ફોન આવ્યો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે સી.આર. પાટીલે જ ફોન પર ધમકી આપી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gopal Italia, Maharashtra, Maharashtra Government, Maharashtra News

    આગામી સમાચાર