Arvind Kejrival Gujarat Visit: સુરત: આપ પક્ષના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલે મીડિયા સાથાની વાતચીતમાં ગુજરાતમાં 300 યુનિટ ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી. કેજરીવાલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, 24 કલાક ફ્રી વીજળી આપવી તે મેજીકલ વસ્તુ છે અને ઉપરવાળાએ માત્ર મને જ એ શીખવ્યુ છે. એટલે પહેલા દિલ્હીમાં આપી, પછી પંજાબ અને હવે ગુજરાતમાં આપીશું.
કેજરીવાલે સંબોધનમાં જણાવ્યું કે, 300 યુનિટ વીજળી મફત મળશે, મળી શકે શું? જો દિલ્હીમાં મળી શકે, પંજાબમાં મળી શકે તો ગુજરાતમાં પણ મળી શકે છે. સરકાર બનવાના ત્રણ મહિનાની અંદર દરેક પરિવારને 300 યુનિટ વીજળી મફતમાં મળશે. બીજી ગેરન્ટી કે વીજળી 24 કલાક મળશે અને મફત પણ મળશે. પાવરકટ નહીં લાગે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, ગુજરાતના અનેક વિસ્તારોમાં પાવક કટ થાય છે પરંતુ પછી નહીં થાય. આ એક મેજીક છે કે, 24 કલાક વીજળી આપવાની અને મફતમાં આપવાની. આ મેજીક ઉપરવાળાએ માત્ર મને જ શીખવ્યું છે.
કેજરીવાલે ભાજપ પર નિશાન તાકતા કહ્યુ કે, અમને ચૂંટણી માટે જૂમલો કરતા નથી આવડતું, અમે રાજનીતિ નથી રમતા. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. આમ આદમી પાર્ટી ઇમાનદારોની પાર્ટી છે. એટલે જ ગેરન્ટી આપીએ છીએ.
गुजरात इस बार भविष्य की तरफ़ देख रहा है। गुजरात की जनता को आम आदमी पार्टी की पहली गारंटी। दिल्ली की तरह गुजरात में भी 24 घंटे मुफ़्त बिजली देंगे | LIVE https://t.co/8A3UxpNXt7
નોંધનીય છે કે, અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ 20 જુલાઈએ રાત્રે 8:30 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે 21મી જુલાઈના રોજ એટલે આજે સુરતના ટાઉનહોલ ખાતે આવ્યા હતા. અહીં કેજરીવાલ મીડિયા અને ગુજરાતની જનતાની સામે વીજળી મફત અંગેની મોટી જાહેરાત કરી છે. તેઓ સાંજે 4.30 કલાકે દિલ્હી પરત ફરશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર