Home /News /surat /

Surat Crime: ગ્રીષ્મા વેકરિયા કેસ બાદ સુરતના લોકોમાં ભારે રોષ, યુવતીને લવ લેટર આપનાર રોમિયોની ધોલાઇ

Surat Crime: ગ્રીષ્મા વેકરિયા કેસ બાદ સુરતના લોકોમાં ભારે રોષ, યુવતીને લવ લેટર આપનાર રોમિયોની ધોલાઇ

છેડતી કરનાર યુવકને યુવતીએ રણચંડી બનીને બરાબરનો મેથીપાક આપ્યો હતો

Limbayat Police: જોકે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને રોમિયોની ધરપકડ કરી હતી. જોકે આ દરમિયાન કેટલાક લોકોએ રોડ રોમિયોને સબક શીખવાડ્યાનો વીડીયો ઉતારી લીધો હતો જે હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સુરત (Surat News)ના લિંબાયત વિસ્તાર (Limbayat)માં એક રોડ રોમિયોને યુવતીને લવ લેટર આપવો પડયો ભારે પડી ગયો છે. કારણ કે યુવતી ગુસ્સે થઈ જતાં જ તમાશો શરૂ કર્યો હતો અને આ તમાશો જોતા જ યુવતીની છેડતી (Teasing Girl) સમજીને સ્થાનિક લોકોએ દોડી આવી રોડ રોમિયોને બરાબરનો મેથીપાક ચડયો હતો. જોકે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને રોમિયોની ધરપકડ કરી હતી. જોકે આ દરમિયાન કેટલાક લોકોએ રોડ રોમિયોને સબક શીખવાડ્યાનો વીડીયો ઉતારી લીધો હતો જે હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.



છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં યુવતીઓની છેડતીની ઘટના સામે આવી રહી છે ત્યારે આજે એક યુવતીની હિંમતને લઇને એક રોડ રોમિયોને લોકોએ ધીબેડી નાંખ્યો હતો. સુરતના લિંબાયત વિસ્તારમાં નીલગીરી સર્કલ પાસેથી પસાર થતી એક યુવતીને રોમિયો દ્વારા લવ લેટર આપવામાં આવ્યો હતો. જોકે રોમિયો દ્વારા લેટર આપતાની સાથે લોકોએ આ યુવકને જાહેરમાં જ મેથીપાક આપવાનું શરૂ કરી દીધુ હતું.

આ પણ વાંચો- આ ગુજરાતી સિંગરનુ દિલ સાત સમંદર પાર ગોરી મેમ પર આવ્યું, આવી રીતે શરૂ થઇ હતી પ્રેમકહાણી

જોકે આ યુવકને માર મારતા સમયે સ્થાનિક લોકોએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ પણ કર્યો હતો. છોકરીનો પરિવાર ઘટના સ્થળે પહોંચીને આ યુવક વિરૂદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાગ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી યુવક જે પ્રકારે યુવતીની છેડતી કરતો હતો તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો અને રોષનો ભોગ બનવું પડ્યું હતું.

આ પણ વાંચો- Chardham Yatra: ચારધામ યાત્રાએ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જાણી લો શુ આવ્યો નવો નિયમ?

છેડતી કરનાર યુવકને યુવતીએ રણચંડી બનીને બરાબરનો મેથીપાક આપ્યો હતો. થોડા સમય માટે રસ્તે જતા લોકો પણ અહીંયા ઊભા રહી ગયા હતા અને અરુણને સબક શિખવાડવામાં લાગી ગયા હતા. જોકે વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પણ એક યુવતીની હિંમતને લઈ રોમિયો લવ લેટર આપવો ભારે પડ્યો હતો ત્યારે હવે આ રોડ રોમિયો જેલની હવા ખાઇ રહ્યો છે.
Published by:rakesh parmar
First published:

Tags: Fight video viral, Gujarati news, Surat police, સુરત પોલીસ

આગામી સમાચાર