Home /News /surat /Surat News: મહિલાના પેટમાંથી નીકળી ચાર કિલોની ગાંઠ, ડોક્ટર પણ જોઇને ચોંકી ગયા!

Surat News: મહિલાના પેટમાંથી નીકળી ચાર કિલોની ગાંઠ, ડોક્ટર પણ જોઇને ચોંકી ગયા!

આ મહિલાના પેટમાંથી 22 *20 *16 સેન્ટીમીટરની અને 4 kg ના વજન ની ગાંઠ કાઢવામાં આવી

આ મહિલાને ગાંઠ કાઢવામાં આવી ત્યારે બ્લડપ્રેશર અને પેરાલીસીસની પણ બીમારી હતી.ત્યારે આવા સમયે ગાંઠનું ઓપરેશન કરવું ખૂબ જ ગંભીર હતું. પરંતુ આ ગાંઠ કાઢવામાં ન આવે તો પણ દર્દીને જીવને જોખમ હતું.

    Mehali tailor, surat; સુરતમાં ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ દ્વારા માતૃશ્રી રમુભા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિદ્યા હોસ્પિટલ કાર્યરત છે જેમાં એક 44 વર્ષે મહિલા પેટમાં દુખાવાને કારણે હોસ્પિટલ આવી હતી ત્યારે તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલાને ગાંઠ છે. અને મહિલાનો ઓપરેશન કરી ગાંઠ બહાર કાઢવામાં આવી ત્યારે ગાંઠ 22/20/16 સેન્ટીમીટર અને ચાર કિલોગ્રામ વજનની હતી. જે જાણી સૌ કોઈ ચોકી ગયા હતા.


    મહિલા દર્દીનું ઓપરેશન કરી તેની કોથળી માંથી ચાર કિલોની ગાંઠ કાઢવામાં આવી


    મહિલાને ગાંઠ કાઢવામાં આવી ત્યારે બ્લડપ્રેશર અને પેરાલીસીસની પણ બીમારી હતી.ત્યારે આવા સમયે ગાંઠનું ઓપરેશન કરવું ખૂબ ગંભીર હતું. પરંતુ ગાંઠ કાઢવામાં આવે તો પણ દર્દીને જીવને જોખમ હતું. ત્યારે મુશ્કિલ ભર્યા કાર્યને પાર પાડવા માટે હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર કલ્પના પટેલ એનેસ્થેટીક ડોક્ટર આકાશ ત્રિવેદી તેમજ ઓટિસ સ્ટાફ અને નસીબ સ્ટાફની ટીમ દ્વારા મુશ્કેલ કાર્યને સફળ બનાવી સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગંભીર ઓપરેશન બાદ મહિલાની તબિયત સારી હોવાથી તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવ્યો છે.


     

    જો હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો તેના માતા-પિતા પાસે કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી


    સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા હોસ્પિટલ ચલાવવામાં આવે છે હોસ્પિટલમાં બેટી બચાવ બેટી વધાવો યોજના હેઠળ જો દીકરી નો જન્મ થાય તો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અને જો એક કરતાં વધારે દીકરી નો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી ₹1,00,000 નો બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધી 2000 જેટલી દીકરીને બોન્ડનો લાભ આપવામાં આવ્યો છે

    First published:

    Tags: Local 18, ડોક્ટર, સુરત