Home /News /surat /Surat Crime: સુરતના રાંદેરમાં યુવાધનને બરબાદ કરતો તડીપાર વ્યક્તિ સાગરિતો સાથે ઝડપાયો

Surat Crime: સુરતના રાંદેરમાં યુવાધનને બરબાદ કરતો તડીપાર વ્યક્તિ સાગરિતો સાથે ઝડપાયો

સુરતમાં યુવા ધન નશાના રવાડે ન ચડે તે માટે સુરત પોલીસ સતત નશાનો કારોબાર કરતા લોકો સામે લાલ આંખ કરી છે.

Surat Crime news: સુરતમાં યુવા ધન નશાના રવાડે ન ચડે તે માટે સુરત પોલીસ સતત નશાનો કારોબાર કરતા લોકો સામે લાલ આંખ કરી તેમનું નેટવર્ક તોડી પડવાની કામગીરી કરી રહ્યા છે ત્યારે કેટલાક ઈસમ ચોરી છુપીથી નશાનો કારોબાર કરે છે. તેવી વિગત મળતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે માહિતી મળી હતી

વધુ જુઓ ...
સુરતમાં સતત ડ્રગ્સ વેપાર કરતા લોકો પર પોલીસ સતત તવાઈ બોલાવી રહ્યા છે ત્યારે પોલીસને માહિતી મળી હતી કે સુરત રાંદેર વિસ્તારમાં રહેતો અને તડીપાર કરવામાં આવેલ ઈસમ તેના સાગરિતો સાથે ચોરી છુપીથી ડ્રગ્સ વેપાર કરે છે. આ માહિતીના આધારે પોલીસે પર્વતપાટિયા આવેલ એક હોટલમાં રોકાઈ ડ્રગ્સ વેપાર કરે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 3 લોકો પાસેથી 8 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતમાં યુવા ધન નશાના રવાડે ન ચડે તે માટે સુરત પોલીસ સતત નશાનો કારોબાર કરતા લોકો સામે લાલ આંખ કરી તેમનું નેટવર્ક તોડી પડવાની કામગીરી કરી રહ્યા છે ત્યારે કેટલાક ઈસમ ચોરી છુપીથી નશાનો કારોબાર કરે છે. તેવી વિગત મળતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે માહિતી મળી હતી.

આ પણ વાંચો: બાલાસિનોરથી વિરણીયા સુધીનો 100 કરોડના ખર્ચે બનેલો રસ્તો 4 મહિનામાં તૂટી ગયો

રાંદેર વિસ્તારમાં રહેતા સુલ્તાનિયા જીમખાના પાસે આવેલ રાજીવ નગરમાં રહેતો અને તડીપાર કરવામાં આવેલ અલ્લારખા ઉર્ફે લાલા બરફવાળા નામનો ઈસમ તેના બે સાગરીત અસદ સાકીર રગુની અને દર્શીલ અકલેશ્વરીયા સાથે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ ડી.આર. વર્લ્ડ મોલના ત્રીજા માળે આવેલ ફ્રાન્સ ઓયો હોટલના રૂમ નંબર 7માં રોકાઈ આ વેપાર કરે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડી આ 3 ઈસમોને ઝડપી પાડી પોલીસે આ ઈસમો પાસેથી પોલીસે 78.220 ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે પોલીસે 8 લાખ 54 હજાર મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનો સૌરાષ્ટ્ર પ્રવાસ કેટલો અસરદાર?

જોકે પકડાયે આરોપી ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો મુખ્ય આરોપી વિરુદ્ધ અઠવા રાંદેર અને જહાંગીરપુર પોલીસ ગુના દાખલ છે અને સુરત પોલીસે તડીપાર પણ કર્યો હતો. જ્યારે આરોપી અસદ રગુની વિરુદ્ધ અથવા પોલીસમાં બે ગુના દાખલ થયેલા છે. જોકે પકડાયેલ આરોપી આ ડ્રગ્સ મુંબઈ ખાતેથી કોની પાસેથી લાવીને અહીંયા કોને-કોને વેચાણ કરતા હતા તે ડીશમાં તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Surat Crime, Surat Crime Latest News, ગુજરાત, સુરતના સમાચાર

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन