સુરત: પાંડેસરામાંથી બે દિવસ પહેલાં સાત વર્ષની બાળા બાથરૂમ કરવાના બહાને ગુમ થઇ જતાં ૨૫૦થી વધુ પોલીસ કર્મીઓએ આકાશ પાતાળ એક કરી નાંખ્યુ હતુ. છેવટે બાળા પરવત પાટીયા પાસેથી મળી આવી હતી. પોલીસે પુછપરછ કરતા પિતા દ્વારા માર મારવાની સાથે ઘરમાં ગોંધી રાખી અત્યાચાર ગુજારતા હોવાની કેફીયત બાળાએ પોલીસ સમક્ષ રજુ કરી હતી. જેથી પોલીસે પિતા વિરૂધ્ધ અત્યાચારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુળ મહારાષ્ટના નાગપુર જીલ્લાના ઉન્દ્રાનગરના વતની અને હાલ પાંડેસરા ગુ.હા. બોર્ડ નજીક જલારામ નગરમાં રહેતા શ્રમજીવી દગળુ સુખદેવ રણશીંગેની ૭ વર્ષીય પુત્રી માયા બે દિવસ અગાઉ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. જોકે કિશોરી પોલીસે વેસુ ગેલ કોલોની સુધીના 10 કિલોમીટર સુધી સીસીટીવી ફંફોળી દીધા હતા. બાળકીને શોધવા માટે પોલીસે પેટ્રોલિંગ કરી રસ્તામાં આવતી તમામ બિલ્ડિંગો, બાંધકામની સાઇટ સહિત ખૂણે ખૂણા ચેક કર્યાં.
પોલીસ કમિશનરે શહેરની તમામ PCR વાન કામે લગાડી દીધી. 25 રિક્ષાઓમાં એનાઉન્સમેન્ટ કરાવી પોસ્ટરો બનાવ્યા હતા. BRTSના અધિકારીઓને પણ રાત્રે ઉઠાડી સીસીટીવી ચેક કર્યાં. જોકે 250 કરતા વધુ પોલીસ કર્મચારીઓની મહેનત રંગ લાવી અને સીસીટીવીની મદદથી બાળકીતો મળી આવી હતી.
આજે સીસીટીવી સામે આવ્યા હતા, ત્યારબાદ ભારે દોડધામ બાદ માસુમ બાળાઓને 12 કલાકમાં જ પરવત પાટિયા વિસ્તારમાંથી મળી આવી હતી. પોલીસ પુછપરછમાં માયાએ જણાવ્યું હતું કે, મારા પિતાજી મને કોઇ પણ વાંક ગુના વગર માર મારે છે અને ઘરમાં પુરી રાખે છે. મારી સગી માં મને એકલી મુકી, મારા મામાના ઘરે મુંબઇ ખાતે રહે છે. મારા પિતાજી મને કોઇ કારણ વગર મને મારઝુડ કરી ત્રાસ આપતા હતા અને ઘરમાંથી બહાર જવા દેતા ન હતા. તેમજ દોરી વડે મને બાંધી રાખતા હતા અને તેઓની સાથે રહેવાનું ગમતું ન હોવાથ હું ઘરેથી ભાગી ગઇ હતી. માસુમના આ નિવેદનને પગલે પાંડેસરા પોલીસે બાળકીને રાંદેર રામનગર ચિલ્ડ્રન હોમમાં મુકવાનો નિર્ણય કર્યો. અને સાથે-સાથે બાળકીના પિતા વિરૂધ્ધ માર મારવા બદલ તથા જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર