Home /News /surat /Surat News: એકપણ રૂપિયો લીધા વગર ચાલતી શાળા, બાળકોની સાથે તેમની માતા પણ ભણે છે!
Surat News: એકપણ રૂપિયો લીધા વગર ચાલતી શાળા, બાળકોની સાથે તેમની માતા પણ ભણે છે!
એક એવી શાળા કે બાળકોની સાથે માતાને પણ ભણાવે છે.
Surat News: સુરતમાં એક એવી શાળા છે કે જ્યાં એકપણ રૂપિયો ફી લેવામાં આવતી નથી. નથી આ શાળાનું કોઈ બિલ્ડિંગ કે નથી કોઈ અન્ય સુવિધા. સુરત મહાનગરપાલિકાના એક બગીચામાં ચાલતી આ શાળા બાળકોમાં જ્ઞાનના બીજ રોપે છે.
સુરતઃ હાલના સમયમાં શિક્ષણ જાણે વેપાર બની ગયું હોય તેવું લાગે છે. ખાનગી શાળાઓ મોટી રકમની ફી વસૂલીને બાળકોને ભણાવે છે. તો બીજી તરફ, સુરતમાં એક એવી શાળા છે કે જ્યાં એકપણ રૂપિયો ફી લેવામાં આવતી નથી. નથી આ શાળાનું કોઈ બિલ્ડિંગ કે નથી કોઈ અન્ય સુવિધા. સુરત મહાનગરપાલિકાના એક બગીચામાં ચાલતી આ શાળા બાળકોમાં જ્ઞાનના બીજ રોપે છે. છતાંય બાળકો અહીં હોંશે હોંશે ભણવા માટે આવે છે.
બાળકોની સાથે માતાને પણ અભ્યાસ કરાવે છે!
સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ ઉદ્યાનમાં ‘શાર્દૂલ શિશુવિહાર શાળા’ ચલાવવામાં આવે છે. અહીં શિક્ષકો બાળકોને જ નહીં સાથે સાથે તેમની માતાને પણ અભ્યાસ કરાવે છે. અહીં તદ્દન પ્રેક્ટિકલ રીતે અભ્યાસ કરવવામાં આવે છે. જેમાં બાળકની સાથે તેમની માતાને પણ અલગ અલગ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવે છે. બાળગીતો ગવડાવવામાં આવે છે અને શ્લોકો પણ શીખવાડવામાં આવે છે. મહત્ત્વનું છે કે, આ શાળામાં એકપણ રૂપિયો ફી લેવામાં આવતી નથી.
આ શાળામાં ગુરુ-શિષ્યની પરંપરા છે
આ શાળાનો મુખ્ય ઉદ્દેશ કહો તો બાળકોમાં સંસ્કારનું સિંચન કરવું. ગુરુ શિષ્યની પરંપરાઓ જે વર્ષોથી ચાલતી આવે છે. તે પરંપરા જાળવવા માટે શાર્દૂલ શિશુવિહારમાં વર્ષમાં ત્રણ વર્ષ ગુરુદક્ષિણા આપવાનો રિવાજ છે. બાળકોના વાલીઓને બંધ કવરમાં ગુરુદક્ષિણા આપવાની હોય છે. આ સિવાય અન્ય એક રૂપિયો પણ લેવામાં આવતો નથી.
આ શાળાની શરૂઆત શહેરના ડોક્ટર ભાવેશ કાચા, સિદ્ધાર્થ સખિયા અને હિતેશ શાહે કરી હતી. આ ત્રણેય ડોક્ટરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓનો વિકાસ થાય અને બાળકોની સાથે એમની માતા અભ્યાસ કરે તો તે પણ ધ્યાન આપી શકે અને બાળકને સારા શ્લોકો, રમતગમત સહિતની જે એક્ટિવિટી હોય છે તેમાં નિપુણ બનાવી શકે. કારણ કે માતાને જો જ્ઞાન હશે તો માતા પોતાના બાળકને તમામ પ્રવૃત્તિઓનું જ્ઞાન આપી શકશે.