Home /News /surat /કામરેજમાંથી 25 કરોડની નકલી ચલણી નોટો ઝડપાઈ, ફિલ્મની શૂટિંગ માટે નોટો લાવામાં આવી હોવાનો ખુલાસો

કામરેજમાંથી 25 કરોડની નકલી ચલણી નોટો ઝડપાઈ, ફિલ્મની શૂટિંગ માટે નોટો લાવામાં આવી હોવાનો ખુલાસો

કામરેજમાંથી 25 કરોડની નકલી ચલણી નોટો ઝડપાઈ

Counterfeit Currency Notes: સુરતની કામરેજમાંથી મોટો પ્રમાણમાં નકલી ચલણી નોટોનો જથ્થો ઝડપાઈ આવ્યો, દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી નોટો ઝડપાઈ, પોલીસે કાર્યવાહી પહેલા RBIના અધિકારીઓની સલાહ માંગી

    સુરત: સુરતની કામરેજમાંથી મોટો પ્રમાણમાં નકલી ચલણી નોટોનો જથ્થો ઝડપાઈ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે કામરેજમાંથી રૂપિયા 25 કરોડ 80 લાખની નકલી ચલણી નોટોનો જથ્થો ઝડપાઈ આવ્યો છે. આટલા મોટા પ્રમાણમા નકલી નોટોનો જથ્થો ઝડપાતા અનેક સવાલો થઈ રહ્યા છે. પોલીસે હાલ જાણવા જોગ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    કામરેજમાંથી કરોડો રૂપિયાની શંકાસ્પદ નકલી ચલણી નોટો ઝડપાઈ છે, મળતી વિગતો પ્રમાણે કામરેજ ખાતે આવેલી રાજ હોટલ પાસે એમ્બ્યુલન્સમાંથી 25 કરોડની નકલી નોટો ઝડપાઇ છે. દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી આ નોટો ઝડપાઈ છે. ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં આ નકલી ચલણી ક્યાક લઈ જવાઈ રહી હતી. દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં 2000 હજારની નકલી નોટો ભાવનગરથી આવતી હતી.



    પોલીસે હાલ ફક્ત જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે. જ્યારે આ મામલે પોલીસે હાલ આરબીઆઈના અધિરારીઓનો સંપર્ક કર્યો છે, અને વિગતો માંગી છે, આ મામલે કોઈ કાર્યવાહી થઈ શકે છે કે કેમ? માહિતી પ્રમાણે આ 2000 હજારની નકલી નોટો પર RBIની જગ્યાએ ભારતીય રિસિવ બેંક લખવામાં આવ્યું હતું. ત્યારે તેમાં ક એક ખુલાસો કરવામાં આવ્યો છે કે, ફિલ્મની શૂટિંગ માટે આ નકલી ચલણી નોટો અહીં લાવામાં આવી છે.

    આ પણ વાંચો: નેશનલ ગેમ્સના ઉદ્ધાટન પહેલા પીએમ મોદીએ શેર કર્યો સ્ટેડિયમનો એરિયલ વ્યૂ

    ઉલ્લેખનીય છે કે, કામરેજમાથી 25 કરોડથી વધુની નકલી ચલણી નોટો પકડાઈ છે. સુરત જિલ્લાના કામરેજમાંથી રૂપિયા 25 કરોડ 80 લાખની નોટો પકડાતા સુરત જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. કામરેજ ખાતે આવેલી રાજ હોટલ પાસે એમ્બ્યુલન્સમાંથી નકલી ચલણી નોટો ઝડપાઇ છે. દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી આ નોટોને પકડવામાં આવી છે. નોટો પર સિનેમા હેતુ માટે લખ્યું હોવાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે, જ્યારે પોલીસે હાલ RBIની સલાહ માંગી છે, RBIની સલાહ પ્રમાણે આગળની વધુ કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Fake Currency, Kamrej, RBI Alert

    विज्ञापन
    विज्ञापन