Home /News /surat /સુરતમાં મામાની કારથી જ ભાણી કચડાઇ, હચમચાવી દેતી ઘટના CCTVમાં કેદ

સુરતમાં મામાની કારથી જ ભાણી કચડાઇ, હચમચાવી દેતી ઘટના CCTVમાં કેદ

સુરતમાં મામાની કારથી જ ભાણી કચડાઇ

સુરતની હ્રદય હચમચાવી દેતી ઘટના. મામાની કારથી જ ભાણી કચડાઇ, ઘર આંગળે રમી રહેલી બાળકી પર કાર ફરી વળી

સુરત: સુરતના ગોડાદરામાં કારચાલકે આંગણે રમતી બાળકને કચડી નાંખી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ હ્રદય હચમચાવી દેતી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં બની અકસ્માતની ઘટના છે. આ ઘટના ગોડાદરાના શિવસાગર રેસીડેન્સીમાં બની છે. કારચાલકે ઘર આંગણે રમતી બાળકીને કચડી નાંખી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બાળકીનું મોત નિપજ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મામાની કારથી જ ભાણી કચડાઇ

મળતી માહિતી અનુસાર, આ ચોંકાવનારી ઘટના સુરતના ગોડાદરા વિસ્તારની છે. આ ઘટના ગોડાદરાના શિવસાગર રેસીડેન્સીમાં બની હતી. ચોંકાવનારી વાત એ છે કે, કારચાલક બીજો કોઇ નહીં પરંતુ મામા જ હતો. મામાની કાર નીચે જ કચડાઇને ભાણીનું મોત થયું છે. ભાણી ઘર આંગળે રમી રહી હતી ત્યારે જ મામાની કાર નીચે બાળકી કચડાઇ ગઇ હતી. આ ઘટનામાં બાળકીનું મોત નિપજ્યું છે. મામા ગાડી લઇને જઇ રહ્યા હતા ત્યારે જ રમી રહેલી ભાણી પર ગાડી ફરી વળી હતી.



આ પણ વાંચો: AMC કર્મચારી પર છરી વડે હુમલો, ટેક્ષ મુદ્દે એકમ સીલ કરતા બની ઘટના

પરિવાર શોકમાં ગરકાવ

હ્રદય કંપાવતી ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, બાળકીના મામા ઇકો સ્પોર્ટ કાર લઇને બહાર નીકળી રહ્યા હતા, ત્યારે જ ઘર આંગળે રમી રહેલી ભાણી પ્રાંજલ મામાને જોઈને તેમની બાજુ જઇ રહી હતી. જોકે, આ બાબત અંગે બાળકીના મામા અજાણ હતા અને જોતજોતામાં કારનું આગળનું ટાયર બાળકી પર ફરી વળ્યું હતું. આ ઘટનામાં બાળકીને ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજ્યું હતું.

 
First published:

Tags: CCTV footage, Gujarat News, Surat news