Home /News /surat /Surat: ત્રિશુલમાં પ્રગટ થયા હતા ખોખલી માતાજી, ભક્તો અહીં રાખે છે ગાંઠિયાની માનતા, જુઓ વીડિયો

Surat: ત્રિશુલમાં પ્રગટ થયા હતા ખોખલી માતાજી, ભક્તો અહીં રાખે છે ગાંઠિયાની માનતા, જુઓ વીડિયો

માતાજીના

માતાજીના ભક્તો અહીં આવીને માતાજીની આરાધના કરે છે

ઉધરસની માનતા રાખીને લોકો પોતાની માનતા પૂરી કરવા માટે અહીં ગાંઠિયા ચડાવે છે. માનતા રાખતી વખતે જેટલા ગાંઠિયા ચડાવવાની માનતા રાખી હોય તેના કરતાં બમણાં ચડાવવાના હોય છે.

  Nidhi Jani, Surat : સુરતમાં આવેલું ખોખલી માતાનું મંદિરની ભક્તોમાં અનેરી શ્રધ્ધા જોવા મળી રહી છે. આમ તો નવરાત્રિના સમયમાં અનેક માતાજીના મંદિરોમાં પૂજા આરાધના થતી રહે છે. અને ભક્તોની ભીડ થાય છે. અત્યારે આ ખોખલી માતાના મંદિરની પણ એટલી જ માન્યતા અને શ્રદ્ધાથી પૂજા આરાધના કરવામાં આવે છે. અહીં સ્વયં પ્રગટ થયેલા ખોખલી મા ત્રિશૂલમાં પ્રકટ થયા છે.

  સુરતના કાપોદ્રા વિસ્તારના સાગર સોસાયટીમાં આ માતાજી વર્ષોથી પ્રગટ થયા છે. અને છેલ્લા પંદર વર્ષ કરતાં વધારે સમયથી આ મંદિર અહીં સ્થિત છે. માતાજીને પણ સાગર સોસાયટીમાંથી બાજુમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. મંદિરના પૂજારી ગીતાબેન વર્ષોથી આ મંદિરમાં સેવા પૂજા કરે છે. તેઓ ન્યુઝ સાથે વાત કરતાં જણાવે છે કે, અહીં લોકો પોતાની નો કામના પૂર્ણ કરવા માટે શ્રદ્ધાથી માનતા રાખે છે. અને ખોખલી માતા તેમની મનોકામના પૂર્ણ કરે છે.

  ઉધરસ થઈ હોય તો દવા કરવાની સાથે સાથે લોકો માનતા પણ રાખે છે,પરંતુ શ્રદ્ધા એ અંધશ્રદ્ધા ન બને તે માટે તેઓ દવા ચાલુ રાખે છે, પણ લોકોનું કહેવું છે કે માનતા રાખવાના બીજા જ દિવસથી ઉધરસમાં ખુબ ફરક પડે છે. લોકોની વર્ષો જૂની બીમારી પણ ખોખલી માતાના આશીર્વાદથી પૂર્ણ થાય છે.

  અહીં પ્રસાદમાં માતાજીને ગાંઠિયા ચડાવે છે. રવિવારે અને મંગળવારે તો ભક્તોની ભીડ ઉમટી પડે છે અને મંદિર પરિસરમાં જગ્યા પણ હોતી નથી.અહીં ભક્તોએ 10 રૂપિયાના ગાંઠિયા ચડાવવાની માનતા રાખી હોય તો 20 રૂપિયાના ગાંઠિયા ધરાવી માનતા પુરી કરવી પડે છે. અને 100 ગ્રામની રાખી હોય તો 200 ગ્રામ લાવવા પડે છે. પ્રસાદમાં ધરાવવાની ફેલાવેલા ગાંઠીયા મંદિરના પરિસરમાં જ પૂર્ણ કરી દેવામાં આવે છે. તેને મંદિરમાંથી બહાર લઈ જવાનો હોતા નથી.આમ તો ખોખલી માતાના મંદિર ઘણી જગ્યાએ છે પરંતુ સુરતમાં અહીં માતાજી સ્વયં પ્રકટ થયા છે.

  માતાજીના ભક્તો અહીં આવીને માતાજીની આરાધના કરે છે, દુર દુર થી ભક્તો અહીં આવીને ખોખલી માતાના દર્શન કરે છે અને આશીર્વાદ મેળવે છે. ઉધરસ સિવાય પણ, હાથ કે પગના દુખાવાની, લગનમાં વિલંબ થતા હોય કે અડચણો આવતા હોય તો માતાજીની માનતા રાખે છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Devotional, Temple, સુરત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन