Home /News /surat /

સુરતમાં નશાનો કાળો કારોબાર કરવા મુંબઈ-રાજસ્થાનથી આવ્યો મોટો જથ્થો, પોલીસે ફિલ્મી ઢબે પકડી પાડ્યો

સુરતમાં નશાનો કાળો કારોબાર કરવા મુંબઈ-રાજસ્થાનથી આવ્યો મોટો જથ્થો, પોલીસે ફિલ્મી ઢબે પકડી પાડ્યો

સુરતમાં ચાલતા નશાના કારોબારને તોડી પાડવા માટે સુરત પોલીસ સતત નશાના વેપાર સાથે જોડાયેલા લોકોને ઝડપી રહી છે.

સુરત શહેરની અંદર નશીલા પદાર્થો ઘુસાડવા માટે સપ્લાયરો કોઈને કોઈ નવી રીત અપનાવતા હોય છે. તેઓ યુવા ધનને બરબાદ કરવા માટે નશીલા પદાર્થ બહારના રાજ્યોમાંથી લાવીને સુરતમાં વેચાણ કરતા હોય છે. આ નેટવર્ક તોડી પાડવા માટે ખાસ કરીને સુરત પોલીસ કમિશનર દ્વારા એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
સુરત શહેર (Surat City) માં જેમ-જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ-તેમ સુરત શહેર (Surat Crime)માં રસાયણો કારોબાર (Drugs) પણ વધી રહ્યો છે ત્યારે યુવાધનને નશાના રવાડેથી બચાવવા સુરત પોલીસે (Surat Police) ખાસ અભિયાન શરૂ કર્યું છે અને ખાસ કરીને મસાલો કારોબાર કરતા લોકોને ઝડપી પાડી જેલમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે રાજસ્થાનથી 500 કિલોમીટર મોટોસાઇકલ ચલાવી સુરત આવતા એક યુવકને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરત શહેરની અંદર નશીલા પદાર્થો ઘુસાડવા માટે સપ્લાયરો કોઈને કોઈ નવી રીત અપનાવતા હોય છે. તેઓ યુવા ધનને બરબાદ કરવા માટે નશીલા પદાર્થ બહારના રાજ્યોમાંથી લાવીને સુરતમાં વેચાણ કરતા હોય છે. આ નેટવર્ક તોડી પાડવા માટે ખાસ કરીને સુરત પોલીસ કમિશનર દ્વારા એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે. સુરત શહેર એસઓજી પોલીસને માહિતી મળી હતી કે એક બાઈકની અંદર એક વ્યક્તિ નશીલા પદાર્થ લઈને સુરતમાં સપ્લાય કરવા આવી રહ્યો છે. તે આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને લગભગ 500 કિલો મીટર દૂરથી અફીણ લઈને સુરત આવેલા વૃદ્ધની અટકાયત કરવામાં આવી હતી.

આ વૃદ્ધ કોઈ પ્રસંગ માટે અફીણ લાવ્યો હોવાની વાત સામે આવી રહી છે. રાજસ્થાનથી સુરત બાઇક ઉપર લઈને આવેલો અફીણનું વજન 4776 ગ્રામ કહી શકાય છે. જેની અંદાજીત કિંમત 1,45,800 થાય છે. પકડાયેલ આરોપીની રાજસ્થાનથી ચાલતી નાર્કોટીક્સની પ્રવૃતી બાબતે ઉંડાણપૂર્વકની પુછપરછ કરતા આરોપીએ જણાવેલ છે કે, પોતે રાજસ્થાન રાજયનો વતની હોય અને ત્યાં અફીણ આસાનીથી મળી જતુ હોય અને સુરત ખાતે ઘણા રાજસ્થાની લોકો રહેતા હોય જેથી તેને અફીણ વેચાણથી આપતો પરંતુ સુરત શહેરમાં અફીણનો જથ્થો આસાનીથી ઘુસાડવો મુશ્કેલ હોય જેથી કોઈને શંકા ન જાય તે માટે સુરતથી મોટર સાયકલ ઉપર રાજસ્થાન જઈ ત્યાંથી અફીણનો વિપુલ પ્રમાણમાં જથ્થો ખરીદી કરી લાવી બેગમાં સંતાડી મોટર સાયકલ ઉપર સુરત શહેરમાં પ્રવેશે તે પહેલા જ પોલીસે તેને પકડી પાડેલ હોવાની હકીકત જણાવેલ છે.

આ પણ વાંચો- અમદાવાદમાં હોટેલમાંથી નીકળતા કપલને પકડી તોડ કરતી ગેંગ ઝડપાઇ

રાજસ્થાનથી સુરત શહેરમાં અફીણનો જથ્થો ઘુસાડવાના રેકેટને નિષ્ફળ બનાવવામાં સુરત શહેર પોલીસને સફળતા મળેલ છે. “NO DRUGS IN SURAT CITY” ના અભિયાન દરમ્યાન હિમાચલ પ્રદેશ, ઓડીશા, રાજસ્થાન, મહારાષ્ટ્ર રાજયથી સુરત શહેરમાં ડ્રગ્સ ઘુસાડવાના નેટવર્કને તોડી પાડવા માટે નીચે મુજબના કેસો કરી ૬.૫ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ૧૮૬ થી વધુ આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવેલ છે. ડ્રગ્સની પ્રવૃતી કરતા ઈસમો તથા ડ્રગ્સ એડીકટો દ્વારા અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી સુરત શહેરમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ સુરત શહેર પોલીસ પણ ડ્રગ્સ માફિયાઓ તથા ડ્રગ્સ એડીકટોની અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી માહિતગાર રહી તેઓના દરેક પ્રયત્નોને નિષ્ફળ બનાવી આવી ડ્રગ્સની બદીને સુરત શહેરમાં ફેલાવતા ઈસમોને પકડી પાડવામાં સફળ રહેલ છે.

આ પણ વાંચો- છ પ્રકારના ઇન્ટરવ્યૂ આપ્યા બાદ અમદાવાદનો વિદ્યાર્થી CM તરીકે પસંદગી પામ્યો

સુરત શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી સદંતર નેસ્તનાબૂદ થાય તેમજ યુવાધનમાં નશીલા પદાર્થોના સેવનને રોકવા માટે તથા એન.ડી.પી.એસ એક્ટ હેઠળના કેસોમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડી માદક ડ્રગ્સની હેરાફેરીને અટકાવવા " NO DRUGS IN SURAT CITY " ઝુંબેશ શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. પુણા પોલીસના નાર્કોટીક્સના ગુનામાં નાસતો-ફરતો મુખ્ય આરોપી ઈસ્માઈલ ઉર્ફે ઈસ્માઈલ ગુજર કોઝ-વે નજીક તાપી નદીના પાળા પાસેથી ફિલ્મી ઢબે તેની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો- ગુજરાતમાં કોરોનાનાં નવા કેસમાં આંશિક ઘટાડો, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

સુરતમાં ચાલતા નશાના કારોબારને તોડી પાડવા માટે સુરત પોલીસ સતત નશાના વેપાર સાથે જોડાયેલા લોકોને ઝડપી રહી છે ત્યારે થોડા સમય પહેલા પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુંબઈ ખાતેના ઈબ્રાહીમ સૈન ઓડીયાનાઓ પાસેથી અવારનવાર એમ.ડી ડ્રગ્સ તેમજ કોકેઈનનો માદક જથ્થો લાવી સુરત ખાતે તેનો સાળો સાહીદ અલ્તાફ સૈયદ તેમજ તેનો મિત્ર ફાદ સહીદ શૈખનાઓ મારફતે સુરત શહેરમાં અલગ-અલગ જગ્યાએ ડીલીવરી કરતો હતો.

આરોપી ગત તા .26/ 6/2022 નારોજ મુંબઈ ખાતેના ઈબ્રાહીમ હુસૈન ઓડીયા તેમજ તન્વીર WO ઈબ્રાહીમ હુસૈન ઑડીયા પાસેથી પ્રતિબંધિન કોકેઈન ડ્રગ્સ વજન 39100 ગ્રામ કિ.રૂ 39,10,000/- નો જથ્થો સુરત ખાતે વેચાણ કરવા માટે મંગાવેલ, જેને લઈને થોડાક સમય માટે ફિલ્મી દ્રવ્યો સર્જાયા હતા. જોકે પકડાયેલા આરોપી વિરુદ્ધ NDPS અને રાંદેર પોલીસ સ્ટેશનમાં પણ બેથી વધુ ગુના દાખલ થયા છે આરોપી લાંબા સમયથી નસીલા પદાર્થોનો વેપાર કરતો હતો અને પોલીસ તેને સુધી રહી હતી ત્યારે આજે આરોપીને જે રીતે તાપી નદી ની અંદર સર્વ ઓપરેશન કરી પોલીસે ઝડપે પાડી મોટી સફળતા સુરજ પોલીસને મળી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat Crime, Surat crime Surat News, Surat Drugs, Surat police

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन