સુરત: સરથાણા વિસ્તારમાં આવેલા લસકાના ખાતે 'પતિ પત્ની ઔર વો'ની ઘટનામાં એક યુવાનને જીવ ગુમાવાની વારો આવ્યો છે. નેપાળી યુવાન પોતાની પત્નીને પ્રેમી સાથે પ્રેમલીલા કરતો જોઇ ગયો હતો. પોતાની પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઇને પતિ રોષે ભરાયો હતો. જે બાદ પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી હતી. ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટના પગલે સરથાણા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સરથાણા વિસ્તાર બનેલી હત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. અનૈતિક સબંધનો કરુણ અંજામ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી અનુસાર, મૂળ નેપાળના વતની દિનેશ ચૌધરી પોતાની પત્ની સાથે લસકાના ખાતે આવેલા રામદેવ ઈન્ડસ્ટ્રીયઝમાં શીવમ ફેશનના ખાતામાં કામ કરી પત્ની અનિતા સાથે રહેતો હતો. જ્યારે અનીતાના નજીકના કારખાનામાં નોકરી કરતા મૂળ બિહારના મોહંમદ અફરીદી શેખ સાથે આડાસંબધો હતા.
તેમની વચ્ચે લાંબા સમયથી પ્રેમ સબંધો હતા. આ દરમિયાન ગતરોજ સવારે અનીતા પતિ સાથે સૂઇ રહી હતી ત્યારે મોહંમદ અફરીદીએ અનીતાને મેસેજ કરી મળવા માટે ઘર નીચે બોલાવી હતી. આથી અનીતા મળવા માટે નીચે રૂમમાં ગઈ હતી. બીજી તરફ અનીતાનો પતિ જાગી જતા તેણે આજુબાજુ પત્નીને શોધી છતાં મળી ન હતી. આથી પતિએ નીચે રૂમમાં આવતા પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ હતી. આથી ગુસ્સામાં પતિએ પત્નીના પ્રેમી અફરીદીને તિક્ષ્ય હથિયારના પર ઘા ઝીંકી દીધા હતા.
પ્રેમીને માથાના ભાગે એક પછી એક ઘા મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જે બાદ મૃતક યુવાનના ભાઈને જાણકારી મળતા તે ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી પત્નીના પ્રેમીની હત્યા કરનાર પતિ દિનેશ ચૌધરીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ અનૌતિક સબંધમાં યુવાને જીવ ગુમાવાનો વારો આવ્યો છે.