સુરતમાં અવારનવાર અસામાજીક તત્વોનો આતંક જોવા મળે છે.
સુરતમાં અવારનવાર અસામાજીક તત્વોનો આતંક જોવા મળે છે. હથિયાર બતાવી લોકો સામે રોફ જમાવતા હોવાનું સામે આવે છે. આવી ઘટનામાં લોકો પાસેથી રૂપિયા પણ પડાવી લેતા હોવાની ઘટના બને છે.
સુરત: સુરતના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટી પાસે આવેલી નાલંદા સ્કૂલની સામે જાહેરમાં મારામારી તેમજ ચપ્પુ લઈને ફરતી યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોના આધારે કાપોદ્રા પોલીસે ફરિયાદી બની લેડી ડોન બનવાના સપના જોતી યુવતી ભાવલી ઉર્ફે ભાવિષા તેમજ તેના સાગરીત રામુને ઝડપી પાડયા હતા.
સુરતમાં અવારનવાર અસામાજીક તત્વોનો આતંક જોવા મળે છે. હથિયાર બતાવી લોકો સામે રોફ જમાવતા હોવાનું સામે આવે છે. આવી ઘટનામાં લોકો પાસેથી રૂપિયા પણ પડાવી લેતા હોવાની ઘટના બને છે. આવી જ એક ઘટના બે દિવસ પહેલા સુરતમાં બની હતી. સુરતના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતી નાલંદા સ્કૂલ પાસે જાહેર રોડ પર મારામારી થઈ હતી સાથે જ એક યુવતી હાથમાં ચપ્પુ લઈ ફરતી દેખાઈ હોવાના સીસીટીવી સામે આવ્યા હતા. તેવામાં કાપોદ્રા પોલીસ મથકના ધ્યાને આ વીડિયો આવતા કાપોદ્રા પોલીસ જાતે ફરિયાદી બની કાપોદ્રા પોલીસ મથકની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. અને સીસીટીવીમાં દેખાતી યુવતું ભાવલી ઉર્ફે ભાવના વાળા તેમજ અને તેનો એક સાગરીત રાહુલ ઉર્ફે રામુ બાડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્ત્વનું છે કે સુરતના વરાછા વિસ્તારમાં આગાઉ પણ એક લેડી દ્વારા ડોન બનવાની લાલસામાં સરેઆમ તલવાર લઈને ફરતી હતી. સાથે લોકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી હતી. તેવામાં ફરી કોઈ લેડી ડોન બનવાના અભરખાના જોય તે માટે કાપોદ્રા પોલીસે ભાવના નામની યુવતીને ઝડપી પાડી હતી. ભાવના ઉર્ફે ભાવલીને લેડી ડોન બનવાનો ચસ્કો લાગ્યો હતો. તેથી લોકોને ડરાવવા ધમકાવવા માટે હાથમાં હથિયાર લઈ સરેઆમ ફરતી હતી. લોકોમાં ડર બનાવવા માટે લોકોને ચપ્પૂ બતાવી ડરાવતી હતી. પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી તપાસ કરતા બંને વિરુદ્ધ દમણમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. જેમાં ભાવના તેમજ રાહુલ બંને વોન્ટેડ હતા.
દમણ ખાતે એક ઇકો કાર ચાલક સાથે મગજમારી થતા બાજુમાં આવેલ હોટલના માલિક વચ્ચે પડતા તેમને ચપ્પુના ઘા મરાયા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, જેમાં બંને ફરાર હતા. દમણમાં જે ઘટના ક્રમ બન્યો તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં શરૂઆત માં બોલાચાલી બાદ યુવક ચપ્પુ કાઢી આડેધડ યુવકને ઘા ઝીંકે છે. પોલીસે ભાવલી ઉર્ફ ભાવના અને રાહુલની ધરપકડ કરી દમણ પોલીસને જાણ કરી છે જેથી બનેનો કબજો દમણ પોલીસ ને સોંપવામાં આવશે.