Home /News /surat /ગોડાદરાથી ભાગેલી કિશોરી મુંબઈમાં વિધર્મી યુવક સાથે બંધ ઓરડામાં આવી અવસ્થામાં મળી આવી

ગોડાદરાથી ભાગેલી કિશોરી મુંબઈમાં વિધર્મી યુવક સાથે બંધ ઓરડામાં આવી અવસ્થામાં મળી આવી

ગોડાદરા પોલીસે કિશોરીની ગુમ થયાની ફરિયાદ મળતા આ ઘટનાને ગંભીરતાથી લઈ કિશોરીને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા.

શરૂઆતમાં પરિવારને આ બાબતની કોઈ જાણ ન હતી અને તેને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. ગોડાદરા પોલીસે કિશોરીની ગુમ થયાની ફરિયાદ મળતા આ ઘટનાને ગંભીરતાથી લઈ કિશોરીને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા અને અંતે સફળતા મળી હતી.

વધુ જુઓ ...
સુરત: સુરતમાં ગોડાદરા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની મોટી દીકરીને એક વિધર્મી યુવક તેને પોતાની જાળમાં ફસાવી મુંબઈ લઈ રવાના થઈ ગયો હતો. શરૂઆતમાં પરિવારને આ બાબતની કોઈ જાણ ન હતી અને તેને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. ગોડાદરા પોલીસે કિશોરીની ગુમ થયાની ફરિયાદ મળતા આ ઘટનાને ગંભીરતાથી લઈ કિશોરીને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા અને અંતે સફળતા મળી હતી.

ગોડાદરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારે સાંજે એક સાથે જમ્યા બાદ સુઈ ગયા હતા ત્યારે તેનો મોટો છોકરો કામ પરથી ઘરે ના આવ્યો હતો અને રાતના મોટો છોકરો ઘરે આવતા તેણે તેની નાની બહેનને ઘરમાં ન જોઈ પરિવારને પૂછતા પરિવારે તે કિશોરીની શોધખોળ ચાલુ કરી હતી. જોકે કિશોરીની કોઈ ભાળ ન મળતા અંતે પરિવારજનો ગોડાદરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં કિશોરી ગુમ થયાની ફરિયાદ આપી હતી.

આ પણ વાંચો: જ્ઞાનવાપીની માફક મથુરાની શાહી ઈદગાહ પરિસરનો થશે સર્વે, કોર્ટે આપ્યો આદેશ

હાલ જે રીતે અમુક બનાવો સામે આવ્યા છે તે બનાવોને ધ્યાને લઈ ગોડાદરા પોલીસે કિશોરીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. હ્યુમન સોર્સીસના આધારે આ ફરિયાદની તપાસ મુંબઈ સુધી પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે ગોડાદરા પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મીઓ મુંબઈ જવા રવાના થઈ ગયા હતા. આશરે મોડી રાત્રે ગોડાદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તે વિસ્તારના 50થી વધુ ઘરો ફરી વળ્યા હતા પરંતુ તે કિશોરીની કોઈપણ ભાળ મળી ન હતી. ત્યાં હાજર રહેવાસીઓમાંથી કેટલાકે પોલીસને જાણ કરી કે અહીં થોડાક સમય પહેલા એક યુવક અને એક કિશોરી રહેવા આવી છે. ત્યારે પોલીસે તે ઘરમાં તપાસ કરતા કિશોરી અને યુવક ન મળ્યા અને અંતે પોલીસે તે જ મકાનમાં અંદર બનાવેલ એક રૂમમાં પહોંચી ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. ભારે જહેમત બાદ પણ જ્યારે દરવાજો ન ખુલ્યો ત્યારે પોલીસે તે ઘરમાં રહેતા લોકોની સઘન પૂછપરછ કરતા તેઓ એ જણાવ્યું કે મારો એક મિત્ર લગ્ન કરી અહીં આવ્યો છે તે જ અંદર છે. ત્યારબાદ જ્યારે એ દરવાજો ખોલી અંદર પોલીસ પહોંચી તો તેમના હોશ ઉડી ગયા.

સુરતથી ભાગેલી કિશોરી અને વિધર્મી યુવક તે રૂમમાં આરામ ફરમાવતા નજરે પડ્યા હતા. પોલીસે તાત્કાલિક તે લોકોને ત્યાંથી ઝડપી અને તેમને સુરત ખાતે ગોડાદરા પોલીસ સ્ટેશનને લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં આપને જણાવી દઈએ કે મોડી રાત્રે જ્યારે કિશોરી તેના ઘરે મળી ન હતી ત્યારે આ વિધર્મી યુવક શાહનવાજ દ્વારા જ તેને મોડી રાત્રે પોતાના ઘરે લઈ આવ્યો હતો અને વહેલી સવારે આશરે નવેક વાગ્યાની આજુબાજુ પોતાની ટુવ્હીલર ગાડી લઈ તે કિશોરીને બેસાડી મુંબઈ જવા રવાના થયો હતો અને મુંબઈ પહોંચ્યા બાદ તેને તેના મિત્રને કહ્યું કે, હું આ યુવતી સાથે લગ્ન કરીને આવ્યો છું અને તે મારી પત્ની છે તેથી અમને થોડાક સમય અહીં રહેવા દો ત્યારે તેના મિત્ર વિશ્વાસમાં આવી જઈએ તેને થોડો સમય રહેવા માટે જગ્યા આપી હતી.
Published by:Rakesh Parmar
First published:

Tags: Surat Crime, Surat Crime Latest News, Surat crime News Gujarati, Surat police

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો