Poke City Surat: શિયાળા ની ઋતુ ની શરૂઆત થતાની સાથેજ પોક નગરી ગણાતી બારડોલી પંથકમાં પોકના પાકનો ઉતાર કરી ખેડૂતોએ પોકનું બજારોમાં વેચાણ શરુ કરી દીધું છે, જોકે ચાલુ વર્ષમાં યોગ્ય ઉતાર નહીં આવતા ભાવોમાં વધારો થયો છે.
કેતન પટેલ, બારડોલી: સામાન્ય રીતે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઇ જતા તેની સાથે જ તીખી સેવ અને જુવારનો પોક ખાવા પોક રસિયાઓને સળવળાટ થવા માંડે એ સ્વાભાવિક છે. ત્યારે ખાસ કરીને સુરત જીલ્લામાં પોકની ખેતી કરતા બારડોલી પંથકમાં પોક પકવતા ખેડૂતોએ પોકનો ઉતાર કરવાનું શરુ કરીને તેનું વેચાણ શરુ કરી દીધું છે. ઓછા સમયમાં રોકડી કમાણી કરી આપતો આ વાની જુવારનો પોકનો પાક લેવાનું પસંદ કર્યું છે. પણ ગત વર્ષની સરખામણીએ વાત કરવામાં આવે તો પોકનો ઉતાર તો થયો છે, છતાં પણ ભાવ વધારા સાથે બારડોલી પંથકમાં પોકનું વેચાણ શરુ થયું છે.
કમોસમી વરસાદે પોકની મઝા બગાડી હતી
સામાન્ય રીતે પોકના ઉત્તરના સમયે થોડા દિવસો હેલ પડેલા કમોસમી વરસાદે પોકની મઝા બગાડી હતી. ખેડૂતોનું માનીએ તો તેઓએ 150 વીઘામાં પોકની ખેતી કરી હતી. જોકે ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં છેલ્લે સુધી સતત વરસાદ રહેતા પાકના ઉતાર પર સીધી અસર પડી છે. જોકે બીજી બાજુ પોક રસિયાઓની વાત કરીએ તો ભાવ ગમે તે હોય પણ અહીંના લોકો ખાવાનું ચુકતા નથી.
ઉલ્લેખનીય છે કે, હાલ બારડોલીમાં પોકની ભઠ્ઠીઓ ધમધમવા લાગી છે, ત્યારે ઉત્પાદન ઓછું રેહતા, પોકના ભાવો તરફ વાત કરી તો ભાવમાં પણ વધારો જોવા મળતો હોઈ તેમ પ્રતિ કિલો 600 રૂપિયા થયાં છે. જે ગત વર્ષ કરતા 100 રુપિયા વધુ છે. થોડે અંશે તેની સીધી અસર વેચાણ પર પણ જોવા મળી રહી છે. જયારે ભાવો ઊંચા રેહતા ખેડૂતો ખુશમાં છે. પરંતુ બારડોલી પંથક કેહવાતો એન.આર.આઈ પંથક છે. આ વર્ષે એન આર આઈ ઓ પણ ઘણા આવ્યા છે. જેથી પોક વેચાણ કરતા ખેડૂતો સારી આવક મળવાની આશા સેવી રહ્યા છે.
સુરત સહીત આજુબાજુના વિસ્તારોમાં વસવાટ કરતા લોકો પોક ખાવાના ભારે રસિયા છે. શિયાળો આવતાવી સાથે તે લોકો પોક ખાવા માટે અધિરા બનતા હોય છે. ત્યારે આ વર્ષે શિયાળાની ઋતુની શરૂઆત થતાની સાથે જ પોક નગરી ગણાતી બારડોલી પંથકમાં પોકના પાકનો ઉતાર કરી ખેડૂતોએ પોકનું બજારોમાં વેચાણ શરુ કરી દીધું છે, જોકે ચાલુ વર્ષમાં યોગ્ય ઉતાર નહીં આવતા ભાવોમાં વધારો પણ જોવા મળી રહ્યો છે.