Surat Crime: સુરતમાં કિશોરોમાં લાગ્યું ગુનાખોરીનું વળગણ, 17 વર્ષનો કિશોર તમંચા સાથે ઝડપાયો
Surat Crime: સુરતમાં કિશોરોમાં લાગ્યું ગુનાખોરીનું વળગણ, 17 વર્ષનો કિશોર તમંચા સાથે ઝડપાયો
તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, પોતાનો શોખ પૂરો કરવા માટે ત્રણ મહિના પહેલા આ કિશોરે તમંચો ખરીદ્યો હતો
સુરતના વિસ્તારોમાં જે રીતે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે અલગ-અલગ પ્રકારે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતની પાંડેસરા પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એક કિશોર શંકાસ્પદ રીતે પસાર થઈ રહ્યો હતો. પોલીસને શંકા જતાં બાળકોને અટકાવીને ઝડપી લેવામાં આવ્યો હતો
સુરત (Surat)માં વધી રહેલી ગુનાખોરી (Crime)ને ડામવા માટે સમગ્ર વિસ્તારમાં સુરત પોલીસે (Surat Police) સતત પેટ્રોલિંગ શરૂ કર્યું છે ત્યારે પાંડેસરા પોલીસે એક કિશોરને શંકાના આધારે અટકાવી તેની તપાસ કરતા તેની પાસેથી દેશી હાથ બનાવટની એક તમંચો (Desi gun) મળી આવ્યો હતો. સગીર વયના બાળક પાસેથી તપાસમાં તમંચો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, પોતાનો શોખ પૂરો કરવા માટે ત્રણ મહિના પહેલા આ કિશોરે તમંચો ખરીદ્યો હતો, જેની તેણે પોલીસ સમક્ષ કબૂલાત ફણ કરી હતી. જોકે પકડાયેલો કિશોર ભૂતકાળમાં ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યા છે. જેને લઇને પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના વિસ્તારોમાં જે રીતે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે અલગ-અલગ પ્રકારે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતની પાંડેસરા પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એક કિશોર શંકાસ્પદ રીતે પસાર થઈ રહ્યો હતો. પોલીસને શંકા જતાં બાળકોને અટકાવીને ઝડપી લેવામાં આવ્યો હતો.
આ દરમિયાન બાળ કિશોર પાસેથી એક દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ કિશોરે ભણવાની ઉંમરમાં પોતાનો શોખ હોવાને લઈને તમંચો લઈને ફરતો હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. 17 વર્ષના કિશોરને ઝડપી પાડી પોલીસે તમંચા વિશે પૂછતા ત્રણેક મહિના અગાઉ તેના મિત્ર પીયુષ રુકમંગલ સિંહ પાસેથી ખરીદ્યો હતો. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, તમંચા સાથે ઝડપાયેલો તરુણ હાલમાં ડાઈંગ મિલમાં નોકરી કરે છે. વર્ષ 2019માં તે ચોરીના ગુનામાં પાંડેસરા પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે. આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાળ કિશોર પાસેથી મળી આવેલા તમંચાને લઈને પોલીસે વધુ કડકાઈથી તેની પૂછપરછ શરૂ કરી હતી તો કયા વિસ્તારમાં આવા જ કેટલાક બાળકો કિશોરો સતત હથિયારો લઇને ફરી રહ્યા છે કે તેને લઈને પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગનું પ્રમાણ વધારવામાં આવ્યું છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર