Home /News /surat /Surat Suicide Case: સુરતમાં ધોરણ 7માં અભ્યાસ કરતી 12 વર્ષની સગીરાના આપઘાતથી ચકચાર

Surat Suicide Case: સુરતમાં ધોરણ 7માં અભ્યાસ કરતી 12 વર્ષની સગીરાના આપઘાતથી ચકચાર

(ફાઇલ ફોટો)

Surat News: દીકરીએ આપઘાત કરતા પરિવારમાં ભારે શોકની લાગણી છાવાઈ છે. ત્યારે ધોરણ 7માં અભ્યાસ કરતી 12 વર્ષ જેટલી નાની વયે આપઘાત કરતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

    સુરત: સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.  જ્યારે તેમાં ખાસ કરીને સગીર વયના બાળકો હવે વધુ આપઘાતી પગલા ભરવા લાગ્યા છે. ત્યારે સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં 12 વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. 12 વર્ષની સગીરા ધોરણ સાતમાં અભ્યાસ કરતી હતી. દીકરીએ આપઘાત કરતા પરિવારમાં ભારે શોકની લાગણી છાવાઈ છે. ત્યારે ધોરણ 7માં અભ્યાસ કરતી 12 વર્ષ જેટલી નાની વયે આપઘાત કરતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

    આપઘાતનું કારણ હજી પણ અકબંધ


    અનેક સવાલો સર્જાયા બાદ આપઘાતનું કારણ હજી અખબંધ રહ્યું છે. આખરે શું કારણ હતું કે 12 વર્ષની દીકરીએ આપધાત કરવો પડ્યો. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ફોરન્સિક રિપોર્ટ માટે લાશને હાલ પીએમ માટે સ્મીમેર હોસ્પિલમાં ખસેડવામાં આવી છે. પોલીસ પણ આવા બનાવોથી ભારે અચંબામાં પડી ગઈ છે. કારણ કે, છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં આપઘાતના બનાવો બની રહ્યા છે.

    પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો


    થોડા સમય પહેલા પણ સુરતના આંબા તલાવડી રસ્તા પર આવેલી જયભાવની સોસાયટીમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી તિથિ નિલેશભાઈ નરોલાએ આપઘાત કર્યો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતી તિથિએ પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપધાત કર્યો હતો. દિકરીને પંખા સાથે લટકેલી હાલતમાં જોઈ પરિવારે તાત્કાલિક નીચે ઉતારી 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પણ હોસ્પિટલમાં તેનું ટૂંકી સારવાર બાદ મૃત્યું થયું હતું.

    આ પણ વાંચો: અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળતી દુર્લભ માછલી વલસાડની ઔરંગા નદીમાંથી મળી આવી

    પરીક્ષામાં ઓછા માર્કસ આવ્યા તો આપઘાત કરી લીધો


    અગાઉ પણ સુરતના મગદલ્લા વિસ્તારમાં એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો આપઘાત કર્યો હતો. યુવતીએ કોમ્પ્યુટર ડિપ્લોમા કર્યા બાદ ડીગ્રીની તૈયારી કરતી હતી. યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરતા કરતા પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. ત્યારે એવી માહિતી મળી હતી કે, તેને કેનેડામાં અભ્યાસ માટે ILTSની પરીક્ષામાં ઓછા માર્કસ આવ્યા હતા જેથી તે હતાશ થઈ ગઈ હતી. આપઘાત કરી લેનારી યુવતી હેતાલીએ ડીગ્રી કરવાના વિચાર સાથે તૈયારી શરૂ કરી હતી. આ દરમિયાન તેણીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Surat Crime, Surat police, આત્મહત્યા, સુરતના સમાચાર

    विज्ञापन
    विज्ञापन