Home /News /surat /સુરતનો અરેરાટીભર્યો બનાવ: 70 વર્ષના વૃદ્ધા પર બળાત્કાર, નરાધમે ગંભીર ઈજા પહોંચાડતા મોત
સુરતનો અરેરાટીભર્યો બનાવ: 70 વર્ષના વૃદ્ધા પર બળાત્કાર, નરાધમે ગંભીર ઈજા પહોંચાડતા મોત
સુરત પોલીસે એકની ધરપકડ કરી.
Surat Crime News: રેલવે પોલીસને સમગ્ર મામલે ગુનો દાખલ કરીને ગુલામ દિવાન નામના ઇસમની શોધખોળ કરી હતી અને આરોપીને પોલીસે બાતમીના આધારે 1 ઓગસ્ટના રોજ ઝડપી પાડ્યો હતો.
સુરત: સુરત જિલ્લામાં ખૂબ જ અરેરાટી જન્માવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક નરાધમે 70 વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ મહિલાને ઈજા પહોંચાડી હતી. જે બાદમાં વૃદ્ધાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન વૃદ્ધાનું મોત થયું છે. આ કેસમાં ભાગતા ફરતા આરોપીને રેલવે પોલીસે (Railway Police) ઘટનાનના ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. રેલવે પોલીસે આરોપી સામે બળાત્કાર અને રેપની કલમો અનુસાર ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે ગુલામ દિવાન (Gulam Divan) નામનો ઈસમ જૂના કોસંબા મુસ્લિમ સોસાયટી ખાતે રહેતો હતો અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે પીડિત 70 વર્ષ વૃદ્ધ મહિલા ભિક્ષાવૃત્તિ કરતી હતી. ગુલામ દિવાન રેલવે સ્ટેશન પર ગયો હતો ત્યારે તેણે ભિક્ષાવૃત્તિ કરી રહેલા 70 વર્ષની વૃદ્ધ મહિલાને એકલા જોયા હતા. જે બાદમાં તેના મનમાં વાસનાનો કીડો સરવળ્યો હતો. જે બાદમાં વૃદ્ધ મહિલાની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેને કોસંબા રેલવે સ્ટેશન (Kosamba Railway Station)થી થોડે દૂર લઈ ગયો હતો અને વૃદ્ધ મહિલા સાથે બળાત્કાર કર્યો હતો. બળાત્કાર બાદ આરોપીએ વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચાડી હતી.
વૃદ્ધાને ઈજા પહોંચાડ્યા બાદ આ નરાધમ ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ એક નાગરિકે પોલીસને કરતા આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, અહીં સારવાર દરમિયાન મહિલાનનું મોત થયું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો.
નરાધમે 70 વર્ષની ભિક્ષાવૃત્તિ કરનાર મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાના કારણે આ મહિલાને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે રેલવે પોલીસે હત્યા અને દુષ્કર્મના ગુનાની કલમોનો પણ ઉમેરો કર્યો હતો. એટલે કે આરોપી સામે દુષ્કર્મ અને હત્યાની કલમો અનુસાર ગુનો દાખલ થયો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે 31 જુલાઈ 2022 લના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસને સમગ્ર મામલે ગુનો દાખલ કરીને ગુલામ દિવાન નામના ઇસમની શોધખોળ કરી હતી અને આરોપીને પોલીસે બાતમીના આધારે 1 ઓગસ્ટના રોજ ઝડપી પાડ્યો હતો.