Home /News /surat /Surat: 62 વર્ષના કાકાએ આડોસ-પાડોસના 12 પરિવારને એવું શીખવ્યું કે આજીવન શાકભાજી નહીં ખરીદવા પડે!

Surat: 62 વર્ષના કાકાએ આડોસ-પાડોસના 12 પરિવારને એવું શીખવ્યું કે આજીવન શાકભાજી નહીં ખરીદવા પડે!

X
અગાસીને

અગાસીને બનાવો ખેતર અને ઉગાડો ઓર્ગેનિક શાકભાજી

શરૂઆતમાં કરમશીભાઈએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને અગાસીમાં શાકભાજી રોપવાનું શરૂ કર્યું હતું. ઉનાળા દરમિયાન ઘણી બધી મહિલાઓ જુના માટલા કાઢી નાખી નવા માટલા ખરીદે છે.

    Mehali Tailor, Surat: સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ટેરેસ ગાર્ડનિંગ નો ક્રેઝ વધી રહ્યો છે. અને લોકો હવે પોતાના બાલ્કનીમાં અને ટેરેસ પર જ શાકભાજીની રોપણી કરે છે. અત્યારે આવી જ રીતે સુરતના એક 62 વર્ષના કરમશી કાકાએ લોકડાઉનનો સદુપયોગ કરીને પોતાના અગાસી પર છ થી સાત જાતના ફળ અને સાતથી આઠ જાતના શાકભાજીને ઉગાડીને આરોગ્યપ્રદ આહાર મેળવી રહ્યા છે અને આ સાથે જ તેમના આ કાર્યથી તેમની સોસાયટીમાં 10 થી 12 પરિવાર પણ ટેરેસ ગાર્ડનિંગ કરતા થયા છે.

    વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને અગાસીમાં શાકભાજી રોપવાનું શરૂ કર્યું

    કોરોના કાળમાં સુરતમાં ઘણા બધા લોકો પોતાની બાલકની અને અગાસી પર જાતે જ ઓર્ગેનિક ખેતી કરતા થયા. આ કોરોના કાળમાં કરમસિંગ ભાઈએ પણ લોકડાઉનનો સદુપયોગ કરીને પોતાની અગાસી પર ફાર્મિંગ કરતા થયા હતા. શરૂઆતમાં કરમશીભાઈએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને અગાસીમાં શાકભાજી રોપવાનું શરૂ કર્યું હતું. ઉનાળા દરમિયાન ઘણી બધી મહિલાઓ જુના માટલા કાઢી નાખી નવા માટલા ખરીદે છે.



    આ નકામા બનેલા માટલા અને થરમોકોલનો ઉપયોગ કરીને આ ભાઈએ તેના કુંડા બનાવી શાકભાજી રોકવાનું શરૂ કર્યું હતું. શરૂઆતના એક વર્ષમાં આગાસીમાં મહેનત પ્રમાણે શાકભાજી મળી રહેતું ન હતું પરંતુ હવે આ ભાઈના ઘરે મોટે ભાગના શાકભાજી જાતે જ રોપવામાં આવે છે અને તેનો ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

    સોસાયટીના લોકોએ પણ તેમની મદદ લઈ આજે જાતે શાકભાજી રોપ્યા

    આ ટેરેસ ગાર્ડનમાં કરમશી કાકાએ ડ્રેગન ફ્રુટ અને અનાનસ જેવા ફળો પણ રોપીને ઉગાડીયા હતા. આ સિવાય તેમણે ચેરી ટામેટા બ્રોકલી રીંગણ અને બીજા અનેક જાતના શાકભાજી અને ફળ પોતાની અગાસી પર રોપ્યા. કાકાને અગાસી પર આ ફળ અને શાકભાજીને ઉગતા જોઈ તેમની સોસાયટીના લોકોએ પણ તેમની મદદ લઈ આજે જાતે શાકભાજી રોપી જાતે જ તેને બનાવતા થયા.
    First published:

    Tags: Local 18, સુરત