કિર્તેષ પટેલ, સુરત : સુરતમાં બંગલાનો મુખ્ય ગેટ તૂટી પડતા બાળકી દબાઇ હોવાની ઘટના બની હતી. જેમાં બાળકીનું મોત નીપજ્યુ હતું. બાળકીને સારવાર માટે લઇ જવાઇ હતી જોકે તબીબોએ તેને મૃતજાહેર કરી હતી. મળતી માહિતી પ્રમાણે સુરતના ઉમરા વિસ્તારમાં ઇચ્છાનાથ નહેરુનગરમાં આવેલા બંગલા નંબર 23-Bના મુખ્ય ગેટ નીચે મહારાષ્ટ્રીયન પરિવારની 6 વર્ષની બાળકી રમી રહી હતી. ત્યારે અચાનક બંગલાના મખ્ય ગેટ તૂટી પડ્યો હતો. ગેટના કાટમાળ નીચે ગૌરી ખેરનાર દબાઇ હતી. જેના પગલે તેને ગંભીર ઇજાઓ પહોંચતા બેભાન થઇ ગઇ હતી. માતા-પિતાને આ અંગે જાણ થતાં તાબતડતોબ સ્થળ ઉપર આવીને બાકીને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઇ જવાઇ હતી.
જોકે હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ ગૌરીને મૃતજાહેર કરી દીધી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે બાળકી તેના મિત્રો સાથે રમી રહી હતી. તે સમયે આ ઘટના બની હતી. અને મહારાષ્ટ્રનો પરિવાર પોતના ગુજરાન કરવા માટે સુરત આવ્યો હતો. જ્યાં મજૂરી કામ કરીને પેટયું રળતું હતું.