આવી જ રીતે મનની શાંતિ અને આધ્યાત્મિકતા તરફ લઇ જવા માટે વિહંગમ યોગનું પણ ઘણું જ મહત્વ છે.જનને પરમઆત્માની પ્રાપ્તિ સરળતાથી થાય એ માટે મહર્ષિ સદાફળદેવ મહારાજે વિહંગમ યોગની સ્થાપના કરી હતી. અને આ વિહંગમ યોગની સંસ્થા દ્વારા સુરતમાં માર્ચ મહિનામાં 5100 કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ મહાયજ્ઞમાં નાશાના વૈજ્ઞાનિક હેમત સિંઘ પણ સામેલ થશે. અને આ યજ્ઞના આયોજન હેતુ આ વૈજ્ઞાનિક સુરતની મુલાકાતે આવ્યા હતા. અને તેમણે આ યજ્ઞનું મહત્વ સમજાવ્યું હતું. અને આ વિહંગમ યોગ શુ છે. અને તેમને કેવી રીતે દુનિયાના બીજા વૈજ્ઞાનિક સામે કઈ રીતે યોગનું મહત્વ સાબિત પણ કર્યું હતું.
હેમત સિંઘએ જણવ્યું હતું કે, ''મનુષ્ય જીવનનું શ્રેષ્ઠ કર્મએ યજ્ઞ છે. આ યજ્ઞ વાતાવરણને શુદ્ધ રાખે છે. અને યજ્ઞમાં દાન પણ કરવામાં આવે છે. જેથી આપણા સૈદ્ધાંતિક મૂલ્ય ફરી જાગૃત થાય છે.''
સુરતમાં થનાર 5100 કુંડી યજ્ઞએ વૈદિક હશે જેમાં આંબાના ઝાડના લાકડા અને ઘીનો ઉપયોગ કરશે જે વાતાવરણ માટે ઘણું લાભદાયક હશે આ ઉપરાંત આ યજ્ઞમાં હિમાલયથી કેટલીક જાડી બુટી લાવીને તેનો પણ ઉપયોગ કરવામાં આવશે. અને આ યજ્ઞને વૈજ્ઞાનિક તારણથી પણ વાતાવરણ માટે લાભદાયક સાબિત કરવામાં આવ્યો છે.આમ આ યજ્ઞનો વિહંગમ યોગમાં ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.
નાશાના વૈજ્ઞાનિક હેમત સિંઘએ અનેક દેશો સામે આ વિહંગમ યોગનું મહત્વ સાબિત કર્યું હતું. અને હજુ અગાઉ 25 દેશોમાં આ યોગનું રિસર્ચ ચાલી રહ્યું છે. આ યોગ માટે અનેક આશ્રમ બનાવાવમાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં વાંસદામાં તેનો એક સુંદર આશ્રમ બનાવવામાં આવ્યું છે.જેનું નામ દંડકવન રાખવામાં આવ્યું છે. આ આશ્રમ દર વેકેશને સહેલાણીનો ધસારો જોવા મળે છે'
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર