સુરત: શહેરમાં સતત ગુનાખોરી (criminality) વધી રહી છે. માત્ર 72 કલાકમાં હત્યા (murder)ની એક બે નહીં પરંતુ પાંચ જેવી ઘટના સામે આવતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સુરતના રાંદેર વિસ્તારમાં એક યુવકની હત્યા કરાઇ હોવાનું સામે આવી રહ્યું છે. રાંદેર વિસ્તારમાં રહેતા એક યુવકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી (police complaint) વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના રાંદેર વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. મળતી માહિતી અનુસાર, ભરૂચિભાગળ વિસ્તારમાં રહેતો રહેમાન મલિક નામનો યુવક તેના ઘર નજીક ઉભો હતો તે સમયે તેના જ મહોલ્લામાં રહેતો સલમાન ઘડિયાળી નામનો યુવક પૈસાની જૂની લેવડ-દેવડ મામલે ત્યાં આવી પહોંચ્યો હતો અને રહેમાન મલિક સાથે ઝઘડો કર્યો હતો. જોત-જોતામાં આ ઝઘડો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા સલમાન ઘડિયાળીએ યુવક પર હુમલો કર્યો હતો અને તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
જોકે, ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ગુનો દાખલ કરી હત્યા કરનાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
સુરતમાં સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, તેને લઈને ખ્યાલ આવે છે કે સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે. છેલ્લા 72 કલાકમાં સુરતમાં એક બે નહીં પણ પાંચ જેટલી હત્યાની ઘટના, જ્યારે એક મહિનામાં 10 કરતાં વધુ હત્યાની ઘટનાઓ સામે આવી છે.