Home /News /surat /સુરતઃ રો-રો ફેરી ટ્રાયલના દિવસે જ ટેકનિકલ ખામીના કારણે 5 કલાક મોડી પડી, જાણો ટિકિટ સહિતની તમામ માહિતી

સુરતઃ રો-રો ફેરી ટ્રાયલના દિવસે જ ટેકનિકલ ખામીના કારણે 5 કલાક મોડી પડી, જાણો ટિકિટ સહિતની તમામ માહિતી

ફાઈલ તસવીર

ટેકનીકલ ખામીને કારણે જહાજ આજે ટ્રાઇલમાં 4 કલાકની જગ્યાએ 9 કલાકે પહોચ્યુ હતું. પરંતુ સામાન્ય પ્રોબલમ હોવાને કારણે જહાજ રાબેતા મુજબ રવિવારથી શરૂ થઇ શકશે.

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ડ્રીમ પ્રોજેકટ (Dream project) સમાન સી ટ્રાન્સપોર્ટ સર્વિસનો (Sea transport service) હવે સુરતથી શુભઆરંભ થવા જઇ રહ્યો છે. સુરતથી ભાવનગર (surat to bhavnagar) ધોધા માત્ર ચાર કલાકમાં પોતાના વાહન સાથે લોકો પહોચી શકશે. આજે તેની અંતિમ ટ્રાઇલ સુરતમાં પૂર્ણ થઇ હતી. જોકે ટેકનીકલ ખામીને કારણે જહાજ આજે ટ્રાઇલમાં 4 કલાકની જગ્યાએ 9 કલાકે પહોચ્યુ હતું. પરંતુ સામાન્ય પ્રોબલમ હોવાને કારણે જહાજ રાબેતા મુજબ રવિવારથી શરૂ થઇ શકશે. આ જહાજને લઇને તેમે જાણવા માંગતા તમામ માહિતી અહી તમારી માટે ન્યૂઝ18 ગુજરાતી લાવ્યું છે.

સુરતમાં રહેતા લાખો સૌરાષ્ટ્રવાસીઓ વાર તહેવારે પોતાના વતન જ તા હોય છે. જો કે, મોટર સાઇકલ કે પછી કારથી વતન જવા આવવા માટે સૌરાષ્ટ્રવાસીઓએ 12 કલાકની મુસાફરી કરવી પડતી હોય છે. જેને જોતા સુરતના હજીરાથી ભાવનગરના ધોધા વચ્ચે રો-પેક્સ સેવાની યોજના અમલમાં મૂકાય છે અને તે સેવાનો પ્રારંભ વડાપ્ર ધાન નરેન્દ્ર મોદી આઠ નવેમ્બરે કરશે.

જે સેવા શરૂ થયા બાદ સૌરાષ્ટ્રની મુસાફરી 4 જ કલાકમાં પૂર્ણ થઈ જશે. રો-પેક્સ દિવસમાં 3 રાઉન્ડ ટ્રીપ મારશે. હજીરાથી ધોધા વચ્ચેનો માર્ગ 370 કિલોમીટરનો છે અને જળ માર્ગ 90 કિલોમીટરનો છે એટલે કે પ્રતિદિવસ 9 હજાર લી ટરનું ઇંધણ બચશે.

આ પણ વાંચોઃ-આણંદઃ પ્રેરણા રૂપ કહાની! લકવાગ્રસ્ત પિતા માટે દત્તક પુત્રીએ છોડી શિક્ષિકાની નોકરી, શરુ કર્યો પશુપાલનનો ધંધો, કરે છે લાખોની કમાણી

કંપનીઃ વોયાજ સિમ્ફની
ક્ષમતાઃ 30 ટ્રક અને 100 કારની સાથે 500 પેસેન્જર અને 34 શિપ
ક્રૂસુવિધાઃ 14 પેસેન્જરનું વીઆઇપી લોન્જ, 78 પેસેન્જરનું બિઝનેસ ક્લાસ, 316 પેસેન્જરનું એક્ઝિક્યુટિવ અને 92 પેસેન્જ રનું ઇકોનોમિફૂડ
કોર્ટઃ 2
સેફ્ટીઃ લાઇફ રાફ્ટ 22 નંગ અને એકની ક્ષમતા 25 પેસેન્જરની, મરીન ઇવેક્યુએશન ડિવાઇઝથી તમામ મુસાફરો કાઢવાની ક્ષમતા ધરાવે છે જેમાં બે નંગમાં 3,000 પેસેન્જર અને બે નંગમાં 300 પેસેન્જરની ક્ષમતા છે. તે સાથે ફાસ્ટ રેસ્ક્યૂ બોટ એક નગ છે, જેની ક્ષમતા 9 પેસેન્જરની છે.

આ પણ વાંચોઃ-વૈભવી જીવન જીવવાની આદી સુંદર પત્નીએ જ શિક્ષક પતિની કરાવી હત્યા, રૂ.5 લાખની સોપારી આપી, પરિવારે પણ આપ્યો સાથ

જાણો પેટ્રોલ-ડિઝલ-સીએનજી કારમાં કેટલો ખર્ચ થાય છે અને સમયસુરતથી ઘોઘા વચ્ચે 370 કિ.મીનું અંતર બાય-રોડ જવામાં ઓછામાં ઓછો 8.30 કલાકથી 12 કલાકનો સમય જાય છે. જેમાં સી.એન.જી કાર હોઇ તો 2 રૂ./પ્રતિકિ.મી ની એવરેજ મુજબ સિંગલ ટ્રીપના રૂા.740 સી.એન.જીનો ખર્ચ થશે.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! કરવા ચોથના દિવસે જ પત્ની બની વિધવા, પત્ની સાથે ઝઘડા બાદ પતિએ ફાંસો ખાઈને કરી આત્મહત્યા

જ્યારે પેટ્રોલ કાર હોઇ તો સરેરાશ 15 કિ.મીની એવરેજ મુજબ રૂા.2035 અને ડિઝલ કાર હોઇ તો સરેરાશ 18 કિ.મીની એવરેજ મુજબ રૂા.1670  ઇંધણ પાછળ ખર્ચ થશે. આ માત્ર ઇંધણનો ખર્ચ છે. જેમાં ટોલ ટેકસનો ખર્ચ સામેલ નથી. આ રૂટમાં  ભરૂચ, કરજણ સહિત કુલ 4 ટોલ ટેકસ આવે છે.



જેમાં ટોલ ટેકસ પાછળ રૂા. 300થી 350 નો વધુ ખર્ચ થશે. જ્યારે ટુ-વ્હીલર પર ઘોઘા જવામાં સરેરાશ 50 કિ.મીની એવરેજ મુજબ રૂા.600નું પેટ્રોલ જશે. (તમામ ખર્ચ સિંગલ ટ્રીપનો છે)
First published:

Tags: Ro Ro Ferry, ગુજરાત, સુરત