મલેશિયા ખાતે આયોજિત ફુલ આયર્નમેન ટ્રાયથ્લોનની પ્રેક્ટિસ દરમિયાન પાંચ ફ્રેક્ચર થયા હોવા છતાં સુરતનાં ડો.હેતલે માત્ર ભાગ જ ન હતો લીધો, પરંતુ આયર્નમેન ટ્રાયથ્લોન સ્પર્ધા પૂર્ણ કરીને તેમાં 10મો ક્રમ હાંસલ કર્યો છે.
મલેશિયા ખાતે આયોજિત ફુલ આયર્નમેન ટ્રાયથ્લોનની પ્રેક્ટિસ દરમિયાન પાંચ ફ્રેક્ચર થયા હોવા છતાં સુરતનાં ડો.હેતલે માત્ર ભાગ જ ન હતો લીધો, પરંતુ આયર્નમેન ટ્રાયથ્લોન સ્પર્ધા પૂર્ણ કરીને તેમાં 10મો ક્રમ હાંસલ કર્યો છે.
Surat : 'હિંમતે મર્દા તો મદદે ખુદા ' આ કહેવત એવા લોકો માટે જ સાચી સાબિત થાય છે કે જેઓ મુસીબતોના પહાડોને સર કરીને પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરી શકે એમ છે અને આવું જ થયું છે સુરતના 45 વર્ષના મહિલા ડેનટિસ્ટ ડો.હેતલ તમાકુવાલા સાથે. મલેશિયા ખાતે આયોજિત ફુલ આયર્નમેન ટ્રાયથ્લોનની પ્રેક્ટિસ દરમિયાન પાંચ ફ્રેક્ચર થયા હોવા છતાં ડો.હેતલે માત્ર ભાગ જ ન હતો લીધો, પરંતુ આયર્નમેન ટ્રાયથ્લોન સ્પર્ધા પૂર્ણ કરીને તેમાં 10મો ક્રમ હાંસલ કર્યો છે.
પ્રથમ પ્રયાસમાં જ 15 કલાક 40 મિનિટના સમયમાં સ્પર્ધા પુરી કરી મલેશિયાના લુંગાકાવી ખાતે ફુલ-આયર્નમેન ટ્રાયથ્લોન સ્પર્ધામાં સુરતના ડો.હેતલ તમાકુવાળા એ 5 નવેમ્બર 2022 ના રોજ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બપોરનો આકરો તડકો, બદલાતી ઊંચાઈ, ભારે પવન, દરિયાનું પાણી, જેલીફિશના ડંખ એમ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એટલું જ નહીં આ સ્પર્ધા દિવસભર ચાલતી હોય છે. જેને લઈને ભલભલા હારી જતા હોય છે, પરંતુ તેમ છતાં પણ તેઓએ પોતાના પ્રથમ પ્રયાસમાં જ 15 કલાક 40 મિનિટના સમય સાથે 10 મો ક્રમાંક મેળવી આ સ્પર્ધા પૂરી કરી હતી. ડો. હેતલ ગુજરાતની માત્ર બીજી મહિલા છે જે આ એઇજ ગ્રુપમાં આ ઇવેન્ટને પૂરી કરી શક્યા છે. ભારતની 9 મહિલાઓમાંથી સંપૂર્ણ-આયર્નમેન ટ્રાયથ્લોન પૂર્ણ કરનાર તેઓ પ્રથમ અને એકમાત્ર ડેન્ટીસ્ટ છે.
એકવાર પગમાં, ત્રણ વાર હાથમાં અને નોઝલ બોનનું ફેક્ચર થયું હતું ડો. હેતલ તમાકુવાળાએ કહ્યું કે, ફુલ આયર્નમેન ટ્રાયથ્લોન ઇવેન્ટની તૈયારીઓ માટે ઘણી મુશ્કેલીઓ આવી હતી. એમાં મને 5 વાર ફેક્ચર થયું હતું. એકવાર પગમાં, ત્રણ વાર હાથમાં અને નોઝલ બોન ફેક્ચર પણ થયું હતું. પરંતુ મારા પરિવાર અને મારા પતિ તરફથી એટલો સારો સપોર્ટ મળ્યો હતો કે, ઇવેન્ટ છોડવાને બદલે આગળ વધવા માટે પ્રોત્સાહન મળ્યું અને ધીમે ધીમે પહેલા હાફ અને પછી ફુલ આયર્નમેન પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો. જેને માટે કોરોના કાળ પહેલાથી જ હું તૈયારી કરી રહી હતી.
લોકડાઉનમાં ઘરમાં જ દરરોજ 21 કિલોમીટરનું રનિંગ, 150 સૂર્ય નમસ્કાર કર્યા કોરોનામાં લોકડાઉન થતા સાઇકલ લઈને બહાર જઈ શકાતું ન હતું. તે સમયે ઘરમાં જ એક્સરસાઇઝ કરતી હતી. ઘરમાં જ દરરોજ 21 કિલોમીટરનું રનિંગ કરતી હતી. બે માળના મારા ઘરના પગથિયા 200 વાર ઉપર નીચે કરતી હતી. 150 વાર સૂર્ય નમસ્કાર પણ કરતી હતી. કન્ટ્રી રેન્કમાં હાલ હું પોઇન્ટ સિસ્ટમ પ્રમાણે ત્રીજા ક્રમે છું. ત્યારબાદ પણ મેં કોહલાપુર લોહપુરૂષ અર્ધ-આયર્નમેન ટ્રાયથ્લોન અને ગોવા હાફ-આયર્નમેન ટ્રાયથ્લોનમાં બીજો ક્રમાંક તેમજ ગુરુશીખર ચેલેન્જમાં 183 કિ.મી.ની અપહિલ સાયકલ ચલાવવામાં અને કોણાર્ક હર્ક્યુલિયન ફુલ-આયર્નમેન ટ્રાયથ્લોનમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.