દેશી કેરી જેમ કે રાજાપુરી, કેસર, લંગડો, હાફુસ વિષે તો દરેક લોકોને જાણકારી હોય જ છે, પરંતુ કેટલીક કેરીની જાતો હોય છે, જે સામાન્ય રીતે તે કેરી બજારમાં ઘણી ઓછી જોવા મળે છે. તેના ભાવ પણ ઘણા ઉંચા હોય છે. જેમકે સોનપરી, આમ્રપાલી, પછાતિયો, જમાદાર, સિંધુ વગેરે જેવી અનેક કેરી વિશે તેની વિશેષતા હોય છે.
સુરત: ઉનાળો શરૂ થતા લોકો ગરમીથી કંટાળી જાય છે. પરંતુ ઉનાળો આવતા કેરી પણ ખાવા મળે છે. જેથી લોકોને મજા પડી જાય છે. આ કેરીમાં ગુજરાતના લોકોએ અત્યાર સુધી લંગડો, હાફુસ, રાજાપુરી, કેસર કેરી ખાધી હશે. પરંતુ કેરીની આવી 10 કે 12 જાત નહિ, પરંતુ 105 જાતની કેરીઓ આપણા દેશમાં પાકે છે. સુરતમાં યોજાયેલા કેરી પ્રદર્શનમાં 43 જાતની કેરીઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. જેમાં હાફુસ, કેરી અને રાજાપુરીની પણ 10થી વધુ અલગ અલગ કેરીઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.
દેશી કેરી જેમ કે રાજાપુરી, કેસર, લંગડો, હાફુસ વિષે તો દરેક લોકોને જાણકારી હોય જ છે, પરંતુ કેટલીક કેરીની જાતો હોય છે, જે સામાન્ય રીતે તે કેરી બજારમાં ઘણી ઓછી જોવા મળે છે. તેના ભાવ પણ ઘણા ઉંચા હોય છે. જેમકે સોનપરી, આમ્રપાલી, પછાતિયો, જમાદાર, સિંધુ વગેરે જેવી અનેક કેરી વિશે તેની વિશેષતા હોય છે.
સોનપરી: હાફુસ અને બનેસાન કેરીની ક્રોસ બ્રીડીગ કરીને સોનપરી કેરીની નવી જાતનું સંશોધન કરવામાં આવ્યું છે. આ કેરીમાં હાફુસનો સ્વાદ પણ ઘણો મીઠો આવે અને તે લાંબા સમય સુધી બગડતી નથી. આ કેરી પાકે છે ત્યારે તેનો ગોલ્ડન રંગ એટલે કે સોનાના કલર જેવી થતી હોવાથી તેને સોનપરી કહે છે. આ કેરીની વિદેશમાં ઘણી માંગ રહે છે. આ કેરીના ભાવ 3500 થી લઈ 4000 સુધી 20 કિલોના હોય છે.
આમ્રપાલી: આ કેરીએ બીજી કેરી કરતા થોડી નાના કદની હોય છે. આ કેરી બીજી કેરી કરતા વહેલી આવે છે અને મોડે સુધી ટકે છે. આ કેરીનો પાક બીજી કેરી કરતા ડબલ થાય છે અને ખેડૂતોને તેનો ભાવ પણ મળી રહે છે.
પછાતીયો: આ કેરી બધી કેરી સીઝન પૂર્ણ થયા બાદ એટલે કે વરસાદ બાદ આવતી કેરી છે. જેથી તેને પછાતીયો કહેવામાં આવે છે. બીજી કેરીની જાતિએ વરસાદ બાદ બગડી જાય છે, પરંતુ આ કેરી ઉનાળો પૂરો થવા આગળ આવે છે અને મોડે સુધી બગડતી નથી.
સિંધુ: આ કેરીની વિશેષતાએ છે કે, આ કેરીમાં ગોટલો હોતો નથી. કેરીમાં તેનો ગોટલો નાનો હોય છે. એટલે કે બીજા સામાન્ય ફળની જેમ એક નાના બીજ એટલે કે કેરીના મળવામાં જે સાઈઝ હોય છે એ માપનો આ કેરીમાં ગોટલી હોય છે. એટલે આ કેરીને ગોટલા વગરની કેરી તરીકે ઓળખવામાં આવે છે.
આ સિવાય હાફુસ અને કેસર કેરી પણ હાઈબ્રીડ કેરી હોય છે. એટલે કે સામાન્ય હાફુસ અને કેસર કેરી કરતા આ કેરીની સાઈઝ ઘણી મોટી હોય છે. જેથી તેને હાઈબ્રીડ કેરી કહેવામાં આવે છે. દાળમિયાં કેરી, બેગન કેરી એવી અનેક કરી પણ બજારમાં મળે છે. જે તેના નામ પ્રમાણે ગુણધર્મ ધરાવે છે.