Home /News /surat /ડોનેટ લાઈફ દ્વારા સુરતથી 42માં હૃદયનું દાન કરાવવામાં આવ્યું, સુરત ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું

ડોનેટ લાઈફ દ્વારા સુરતથી 42માં હૃદયનું દાન કરાવવામાં આવ્યું, સુરત ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું

સુરત ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું

Organ Donor City: સુરતની કિરણ હોસ્પીટલથી અમદાવાદની સિમ્સ હોસ્પીટલ સુધી 273 કિ.મીનું અંતર 90 મીનીટમાં કાપીને હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરના રહેવાસી 22 વર્ષીય મુસ્લિમ યુવકમાં કરવામાં આવ્યું છે. સુરત શહેર પોલીસના સહકારથી કિરણ હોસ્પીટલથી સુરત એરપોર્ટ સુધીનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
સુરત: સુરતની કિરણ હોસ્પીટલથી અમદાવાદની સિમ્સ હોસ્પીટલ સુધી 273 કિ.મીનું અંતર 90 મીનીટમાં કાપીને હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરના રહેવાસી 22 વર્ષીય મુસ્લિમ યુવકમાં કરવામાં આવ્યું છે. હ્રદય સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી કિરણ હોસ્પીટલથી સુરત એરપોર્ટ સુધીનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

અજાણ્યા વાહન ચાલક સાથે અકસ્માત થયો હતો


સુરત મુકામે રહેતો અર્જુન સાયન રોડ શેખપુરમાં આવેલ ટેક્ષટાઈલ યુનિટમાં કામ કરતો હતો. મંગળવાર તારીખ 8 નવેમ્બરના રોજ અર્જુન તેના મિત્ર સાથે બાઈક પર પોતાના ઘરે આવી રહ્યો હતો ત્યારે રાત્રે 09:30 કલાકે કન્યા છાત્રાલયની સામે અજાણ્યા વાહન ચાલક સાથે અકસ્માત થતા તે નીચે પડી ગયો હતો. માથામાં ગંભીર ઈજા થવાથી તે બેભાન થઇ ગયો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક સુરતની કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડો.ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કર્યો હતો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં ગંભીર ઈજાઓ હોવાને કારણે મગજની નસ ફાટી ગઇ હોવાનું નિદાન થયું હતું.

આ પણ વાંચો: સુરતની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દ્વારા સાતમું અંગદાન, ઠાકુર પરિવારે આપી મંજુરી

અર્જુનને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો


તારીક 10 નવેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અપેક્ષા પારેખ, ડો. દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે અર્જુનને બ્રેનડેડ જાહેર કર્યો. કિરણ હોસ્પીટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી અર્જુનના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલ સાથે રહી અર્જુનના માતા પુષ્પાબેન, ભાઈ કરણ, કાકા મનોજભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ હતું.

પરિવારે અંગદાનની મંજુરી આપી


અર્જુનના માતા પુષ્પાબેન અને તેના ભાઈ કરણે જણાવ્યું કે, અર્જુન બ્રેઈનડેડ છે, તેનું મૃત્યુ નિશ્વિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન મળતું હોયતો અંગદાન માટે આપ આગળ વધો. અંગદાન એક ઈશ્વરીય કાર્ય છે, દરેક બ્રેનડેડ વ્યક્તિના પરિવારજનોએ તેમના બ્રેઇનડેડ સ્વજનના અંગોનું દાન કરાવવું જોઈએ. SOTTO દ્વારા હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પીટલને, કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા.

આ પણ વાંચો:  કોંગ્રેસ-એનસીપીનાં ગઠબંધન બાદ પણ કાંધલ જાડેજાએ કુતિયાણાથી ભર્યું ફોર્મ

લિવર અને કિડનીનું દાન કિરણ હોસ્પિટલ કરાયું


અમદાવાદની સિમ્સ હોસ્પિટલની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું, લિવર અને કિડનીનું દાન કિરણ હોસ્પિટલની ટીમે સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલ હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરના રહેવાસી 22 વર્ષીય મુસ્લિમ યુવકમાં અમદાવાદની સિમ્સ હોસ્પીટલમા ડો. ધીરેન શાહ, ડો.ધવલ નાયક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 40 વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 46 વર્ષીય વ્યક્તિમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેવાસી 64 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે.

સુરત પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવાયો


હ્રદયને ચાર્ટર્ડ વિમાન મારફત અમદાવાદ પહોંચાડવા માટે સુરતની કિરણ હોસ્પિટલ થી એરપોર્ટ સુધીના માર્ગને સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બેતાળીસમાં હૃદયનું દાન કરાવવામાં આવ્યુ છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1052 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 442 કિડની, 188 લિવર, 8 પેન્ક્રીઆસ, 42 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 342 ચક્ષુઓના દાનથી કુલ 965 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Donate Life Surat, Surat health, અંગદાન, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन