સુરત (Surat) ના ડિંડોલી (Dindoli) વિસ્તારમાં આંગડીયા પેઢી (Angadiya) ના કર્મી સાથે બંદૂકની અણીએ લૂંટ (Robbery) ની ઘટના બનતા વિસ્તારમાં ડરનો માહોલ છવાઈ ગયો છે, પોલીસ (Dindoli Police) પણ દોડતી થઈ ગઈ અને ઉલટ તપાસ પણ શરૂ કરી દીધી છે.
સુરત : શહેરમાં લૂંટ (robbery), હત્યા, મારા મારી સહિતની ઘટનાઓ સતત વધી રહી છે. ડિંડોલી વિસ્તારમાં બાઈક પર ડિલેવરી આપવા જઈ રહેલા આંગડિયાના કર્મચારીને આંતરી બંદૂકની અણીએ 33 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ જવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઇ આ મામલે તપાસ શરૂ કરી છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં લૂંટની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ડર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી પોલીસની ઊંઘ હરામ કરતી ચોરી અને હત્યા જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે, તેવામાં સુરતના ડિંડોલી વિસ્તારમાં આંગડીયા પેઢીનો કર્મચારી પૈસાની ડીલેવરી કરવા જતો હતો, ત્યારે કેટલાક લૂટારીઓએ બંદુકની અણીએ તેની પાસે રહેલા 3300000 લૂંટી ગયા હોવાની ફરિયાદ સામે આવતાં પોલીસ દોડતી થઇ જવા પામી હતી.
જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ આ મામલે તપાસ શરૂ કરી હતી, ઘટના સ્થળે પહોંચેલી ભોગ બનનાર આંગડીયા પેઢીના કર્મીની પૂછપરછ કરતાં તે પણ પોલીસના શંકાના ઘેરામાં આવી ગયો હતો. જોકે આંગડિયાનો ડિલિવરીમેન મોટરસાયકલ પર જતો હતો, એ દરમિયાન રસ્તા પર ચાલીને જતા લોકોએ તેને રોક્યો, આ વાત પોલીસના ગળે બેસી ન હતી. જોકે ભૂતકાળમાં આંગડીયાની ડીલેવરીના પૈસાની ચોરીની ખોટી ફરિયાદો સતત સામે આવી છે, તેને લઈને પોલીસ હવે સાચો બનનાર વ્યક્તિને ઉલટ તપાસ શરૂ કરી છે, પણ ૩૩ લાખ રૂપિયાની લૂંટ હોવાથી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરી છે, હવે આંગડિયાનો ડિલિવરીમેન સાચું બોલે છે કે ખોટું છે, તે તો તપાસ દરમિયાન જ સામે આવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર