Home /News /surat /

સુરત: પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી 32 વર્ષની પરિણીતા સાથે દુષ્કર્મ

સુરત: પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી 32 વર્ષની પરિણીતા સાથે દુષ્કર્મ

સુરતની મહિલાની ફરિયાદ (Shutterstock તસવીર)

Surat Latest News: થોડી મુલાકાત બાદ યુવકે પરિણીતાને કહ્યું હતું કે, "તું મારી સાથે શરીર સંબંધ નહીં રાખે તો હું તારા પતિ અને છોકરાઓને જાનથી મારી નાખીશ."

સુરત: સુરતના લિંબાયત વિસ્તાર (Surat Limbayat area)માં રહેતી પરિણીત મહિલા પર પડોશમાં રહેતા યુવકે પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી સતત સાત વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ યુવક સતત પરિણીતાને હેરાન અને પરેશાન કરતા આખરે પરિણીતાએ યુવક વિરુદ્ધ ફરિયાદ (Surat rape complaint) નોંધાવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

સુરતમાં મહિસા અત્યાચારોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ પ્રકારની ઘટનાઓ સુરત પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. નાની બાળાઓ સાથે દુષ્કર્મ અને મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી તેમનું શારીરિક શોષણ (Physical abuse) કરતાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે વધુ એક આવી ફરિયાદ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.

મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સુરતના લિંબાયત વિસ્તારમાં ત્રણ સંતાનો સાથે રહેતી પરિણીતા સાત વર્ષ પહેલા તેના ઘર નજીક રહેતા એક યુવકના સંપર્કમાં આવી હતી. યુવક તેમના જ મકાનના ત્રીજા માટે ભાડેથી રહેતો મોહમદ સૈયદ સીદ્દીકી હતો. યુવક સાથે પરિણીતાએ મિત્રતા કરી હતી. જોકે, થોડી મુલાકાત બાદ યુવકે પરિણીતાને કહ્યું હતું કે, તું મારી સાથે શરીર સંબંધ નહીં રાખે તો હું તારા પતિ અને છોકરાઓને જાનથી મારી નાખીશ. ત્યારબાદ તેણે પતિની ગેરહાજરીમાં પરિણીતાનું જાતીય શોષણ શરૂ કર્યું હતું. આરોપી ધમકી આપતો હતો કે, જો તું કોઈને કહીશ તો તને પણ જાનથી મારી નાંખીશ.

આ પણ વાંચો:  'પતિથી અલગ કરવા માંગે છે, મગજમાં આખો દિવસ ત્રાસદાયક વાતો ફરે છે'

અઢી મહિના અગાઉ ફરી મોહમદ સૈયદ સીદ્દીકી પરિણીતા ઘરે આવ્યો હતો અને શરીર સંબંધ બાંધવા માંગણી કરી હતી. પરિણીતાએ ઈન્કાર કરતા તેણીને માર મારી દુષ્કર્મ આચર્યું હતું અને ફરાર થઈ ગયો હતો. મોહમદ સૈયદના ત્રાસથી કંટાળીને આખરે પરિણીતાએ આ ઈસમ વિરુદ્ધ ગત 16 મેના રોજ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ગતરોજ મજૂરીકામ કરતા 32 વર્ષીય મોહમદ સૈયદ મોહમદ જાવીદ સીદ્દીકી ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કરીને આ ઈસમ છેલ્લા સાત વર્ષથી પરિણીતાને હેરાન અને પરેશાન કરતો હોવાની ફરિયાદને આધારે પોલીસે તેને ધરપકડ કરી છે. પોલીસે આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ આગળની તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन