અમદાવાદ: ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોનાને લઈને મોટા પ્રમાણમાં ગુજરાતમાં નુકશાન થયાના અહેવાલો મળી રહ્યા છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતના ખડૂતોને રાત પાણીએ રડવાનો વારો આવ્યો છે. જોકે અહીંયા ડાંગર અને બાગાયતી પાકોને અંદાજિત 300 કરોડ કરતા વધુનું નુકસાન થયું છે. ત્યારે સરકાર સહાય કરે તેવી લાગણી અને માંગણી સુરતના ખેડૂત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં ઉભું થયેલ ટોકતે વાવાઝોડાએ ગુજરાતનેતો નુકસાન કર્યું જ છે ત્યારે આ વાવાઝોડાને લઈને ભારે પવન સાથે થયેલા વરસાદને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે કારણકે, દક્ષિણ ગુજરાતમાં ડાંગર અને બાગાયતી પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. જોકે હાલમાં ઉનાળુ ડાંગરની કટીંગ કરવાની ત્યારી સમયે અચાનક ભારે પવન સાથે વરસાદ પડતાં સાથે ખેતરમાં રહેલ ઉભા પાક સાથે પાણી ભરાઈ જતા ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે.
મહત્વનું છે કે, 70 ટકા પાક ખેતરમાં અને 30 ટકા પાકનું કટીંગ થઇ ગયું હતું પણ તે પણ પોહહસિ ગયા બાદ ટેકટરમાં છે જોકે વરસાદ ને લઈને 4 હજાર હેકટમાં અંદાજિત નુકસાન સાથે બાગાયતી પાકમાં કેરી ચીકુ શેરડીમાં પણ નુકસાન જોવા માંળ્યું છે જોકે અંદાજિત દક્ષિણ ગુજરાતમાં 300 કરોડ કરતા વધુનું નુકસાન થયું હોય તેવી વિગત સમયે આવી રહી છે.
સુરત ખેડૂત સમાજ દ્વારા સરકાર આ મામલે ધ્યાન આપીને નુકશાન માટે ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માગ ઉભી થઇ છે. જોકે ખેતરમાં પાકને નુકસાન છે, સાથે સાથે યાડમાં આવેલ માલ પણ વરસાદમાં ભીનો થઇ ગયો છે. જો કે યાડ બહાર પણ ટેકટરોની લાંબી લાઈન જોવા મળી હતી, જોકે સરકાર ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપે છે કે કેમ તેના પર ખેડૂતોની નજર રહેશે.