સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 289 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 207 જયારે ગ્રામીણ વિસ્તારમાં 82 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 13108 પર પહોંચી છે, જયારે આજે 11 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 576 પર પહોંચ્યો છે. તેવામાં આજે 245 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે.
આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 289 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 207 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 10540 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 82 કેસ સાથે દર્દી સંખ્યા 2568 પર પહોંચી છે. કુલ દર્દી સંખ્યા 13108 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 11 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 576 થયો છે.
જેમાંથી 100 મૃત્યુ જિલ્લાના છે અને 476 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 172 જ્યારે જિલ્લામાં આજે 73 દર્દીને રજા આપતા, કુલ 245 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 8884 જેમાં ગ્રામ્ય વિસ્તારના 1693 દર્દી છે.
ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
આજે સેન્ટ્રલ ઝોન 18 , વરાછા એ ઝોનમાં 30. વરાછા બી 22 રાંદેર ઝોન 43 કતારગામ ઝોનમાં 31 લીબાયત ઝોનમાં 18, ઉધના ઝોનમાં 15 અને અથવા ઝોનમાં 30 કેસ નોંધાયા. જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સક્ર્મણ પરમાણુ ઘટી રહ્યુ છે. ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યુ છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાની ગાઈડ લાઇનનું પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટીમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
જોકે જિલ્લામાં ચોર્યાસી 13 ઓલપાડ 11 કામરેજ 20 ,પલસાણા 10 બારડોલી 9 ,મહુવા 6, માંડવી 6 માંગરોળ 7 કેસ નોંધાતા જિલ્લા માં સતત કેસ વધી રહિયા છે પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે