Home /News /surat /Surat News: સુરતમાં રેકોર્ડ બ્રેક! હોસ્પિટલમાં એક જ દિવસમાં 23 નવજાત બાળકોનો થયો જન્મ

Surat News: સુરતમાં રેકોર્ડ બ્રેક! હોસ્પિટલમાં એક જ દિવસમાં 23 નવજાત બાળકોનો થયો જન્મ

સુરતની હોસ્પિટલ

Surat viral news: સુરતની ડાયમંડ હોસ્પિટલના છેલ્લા આઠ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એક જ દિવસમાં 23 બાળકોનો જન્મ થયો છે.

સુરત : શહેરની એક હોસ્પિટલમાં (record break delivery in Surat) અભૂતપુર્વ ઘટના બની છે. સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં (Surat diamond Hospital) એક જ દિવસમાં 23 નવજાત બાળકોનો જન્મ થયો છે. જેના પગલે હોસ્પિટલના સ્ટાફમાં આનંદની લાગણી છવાઈ છે. આ ઐતિહાસિક ઘટનામાં સહભાગી બનેલા ગાયનેકોલોજિસ્ટ સ્ટાફની કામગીરીને પણ બિરદાવવામાં આવી રહી છે.

સુરતની ડાયમંડ હોસ્પિટલના છેલ્લા આઠ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એક જ દિવસમાં 23 બાળકોનો જન્મ થયો છે. 23 બાળકો પૈકી 12 દંપતીના ઘરે દીકરી જ્યારે 11 દંપતીના ઘરે દીકરાનો જન્મ થયો છે. તંદુરસ્ત બાળકોના જન્મ સાથે જ હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ તમામ દંપત્તીઓને શુભેચ્છા પાઠવવાની સાથે સાથે આ ઐતિહાસિક ઘટના માટે જહેમત ઉઠાવનારા હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો.રિધ્ધિ વાઘાણી , ડો. કલ્પના પટેલ, ડો.ભાવેશ પરમાર, અનેસ્થેટીક ડો.અલ્કા ભૂત, ડો.આકાશ ત્રિવેદી તેમજ ગાયનેક વિભાગ અને ઓપરેશન થિયેટર વિભાગના સ્ટાફનો પણ હોસ્પિટલના ટ્રસ્ટી અને મેનેજમેન્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં 6થી 10 તારીખ સુધી આ વિસ્તારોમાં ખાબક્શે ધોધમાર વરસાદ

સુરત ડાયમંડ એસોસીએશનના આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ટ્રસ્ટીઓ દ્વારા 'બેટી બચાઓ બેટી વધાવો' યોજનાને ખરા અર્થમાં સાકાર કરવામા આવી હોય તેમ લાગી રહ્યુ છે. જેના ભાગરૂપે જ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. હોસ્પિટલમાં પુત્રીના જન્મ સાથે જ એક લાખ રૂપિયાના બોન્ડ હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે. અત્યાર સુધી હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા બે હજાર પુત્રીઓને 20 કરોડના બોન્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ: નકલી પોલીસે રિક્ષામાં બેઠેલી મહિલાના લૂંટ્યા દાગીના

હોસ્પિટલના ટ્રસ્ટી દિનેશ નાવડિયાના જણાવ્યા પ્રમાણે, હોસ્પિટલમાં નોર્મલ ડિલીવરીનો ચાર્જ માત્ર 1800 રૂપિયા અને સિઝેરિયન ડિલીવરીનો ચાર્જ પાંચ હજાર રૂપિયા લેવામાં આવે છે. જ્યારે પુત્રીનો જન્મ થાય તો હોસ્પિટલ દ્વારા એક રૂપિયાનો પણ ચાર્જ વસુલ કરવામાં આવતો નથી.
First published:

Tags: ગુજરાત, સુરત