સુરત : શહેરમાં સતત આપઘાતની ઘટના બની રહી છે, ત્યારે સુરતના પાંડેસરામાં રહેતી એક 13 વર્ષની કિશોરી ઘરમાં એકટલી હતી ત્યારે અચાનક ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જોકે કિશોરીના આપઘાતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. પરિવારની એકની એક દીકરી ગુમાવતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. કિશોરીના આપઘાત પાછળનું કોઈ કારણ હજુ સામે નહીં આવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કોરોના મહામારી વચ્ચે સુરતમાં સતત આપઘાતની ઘટના વધી રહી છે ક્યાંક આર્થિક ભીંસમાં આવીને તો ક્યાંક ઓનલાઇન અભ્યાસમાં પડતી મુશ્કેલીને લઈને આપઘાત કરવાની ઘટના સામે આવી છે, ત્યારે આજે વધુ એક આવી જ કરૂણ ઘટના સામે આવીયો છે. જેમાં મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં સુરતના અંબેનગરમાં રહેતો એક પરિવાર મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવારમાં એક કિશોરી અને એક કિશોર હોવાનું સામે આવ્યું છે.
જેમાં રોશની નામની કિશોરી ઘર નજીક આવેલ સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતી હતી. જોકે ગતરોજ માતા પિતા કામ પર ગયા હતા ત્યારે આ કિશોરી ઘરમાં એકલી હતી, ત્યારે એકલતાનો લાભ લઇને આ કિશોરીએ પોતાના ઘરમાં છતના પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
" isDesktop="true" id="1057409" >
માતા-પિતા કામ પરથી ધરે આવતા પુત્રી આપઘાત કરેલી હાલમાં મળી આવતા, પરિવાર પર જાણે આભ તૂટી પાડ્યું હતું. કિશોરીના આપઘાતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.