Home /News /surat /

સુરતનો લાલબત્તી સમાન કિસ્સો: 16 વર્ષના કિશોરે 12 વર્ષની કિશોરીને લિફ્ટમાં બાહોમાં જકડી લીધી, તરુણની ધરપકડ

સુરતનો લાલબત્તી સમાન કિસ્સો: 16 વર્ષના કિશોરે 12 વર્ષની કિશોરીને લિફ્ટમાં બાહોમાં જકડી લીધી, તરુણની ધરપકડ

લિફ્ટમાં બાળકીની છેડતી

Surat Police: સુરતમાં કિશોરી સાથે છેડતી (Surat girl eve teasing)ના બનાવો સતત બની રહ્યા છે. હાલ જે ઘટના સામે આવી રહી છે તેના વિશે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી છે.

સુરત: સુરત આમ તો ક્રાઇમ શહેર (Surat crime city) છે. અહીં દરરોજ હત્યા, હત્યાના પ્રયાસ અને પ્રોહિબિશનના કેસ નોંધાતા રહે છે. અહીં અવારનવાર સ્પા પર દરોડા દરમિયાન દેહવેપાર કરતી વિદેશી યુવતીઓ પણ મળી આવે છે. સમાજનું અધ:પતન થઈ રહ્યું હોય તેવો એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે. જેમાં એક તરુણે 12 વર્ષની તરુણીને લિફ્ટમાં બાહોમાં જડકી લીધી હતી. સુરતમાં કિશોરી સાથે છેડતી (Surat girl eve teasing)ના બનાવો સતત બની રહ્યા છે. હાલ જે ઘટના સામે આવી રહી છે તેના વિશે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. જેમાં એક 16 વર્ષીય તરુણે 12 વર્ષની કિશોરીને બાહોમાં જકડી લીધી હતી. બાદમાં કિશોરી રડતી રડતી પરિવાર પાસે પહોંચી હતી. પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કિશોરની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. તેની પાછળ પોલીસની નિષ્ક્રિયા પણ જવાબદાર છે. શહેરમાં સતત હત્યા, બળાત્કાર અને નાની બાળાઓ સાથે છેડતીની ફરિયાદ સામે આવી રહી છે. હવે એક કિશોરી સાથે છેડછાડનો મામલો સામે આવતા સ્થાનિક લોકો સાથે પોલીસ પણ ચોંકી ઉઠી છે.

12 વર્ષની કિશોરીની છેડતી અન્ય કોઈ નહીં પણ 16 વર્ષના કિશોરે કરી હોવાની ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સુરતના ડિંડોલી પેવેલિયન પ્લાઝાની ગ્રાઉન્ડ ફ્લોર પર ચાની દુકાન ધરાવતા વ્યક્તિની દીકરી ધોરણ-8માં અભ્યાસ કરે છે. 12 વર્ષીય સગીરા સવારે 10.30 વાગ્યે પેવેલિયન પ્લાઝાના જ ત્રીજા માળે કાલી માતાના મંદિરે દર્શન કરવા ગઈ હતી.

આ પણ વાંચો: નાપાસ કરવાની ધમકી આપી લંપટ શિક્ષકે વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ

11.30 વાગ્યે તે લિફ્ટમાં નીચે ઉતરતી હતી ત્યારે લિફ્ટમાં હાજર એક છોકરાએ તેને અચાનક બાહોમાં જકડી લીધી હતી. કિશોરીએ લિફ્ટનો દરવાજો ખોલવા પ્રયાસ કરતા છોકરાએ દરવાજો બંધ કરી ફરી તેણીને ફરી બાહોમાં જકડી લીધી હત. જોકે, અંતે લિફ્ટનો દરવાજો ખુલતા કિશોરી ભાગી છૂટી હતી.



જે બાદમાં કિશોરી રડતી રડતી પરિવાર પાસે પહોંચી હતી અને સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. પરિવાર તાત્કાલિક પોલીસ મથકે દોડ્યો હતો અને ફરિયાદ આપી હતી. આ મામલે ડીંડોલી પોલીસે (Dindoli Police) આરોપી કિશોરની ધરપકડ કરી છે. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, સુરત

આગામી સમાચાર