Mehali tailor, surat; 108 એટલે માત્ર એમ્બ્યુલન્સ નહીં પરંતુ હવે થી ફરતી મીની હોસ્પિટલ બની ચૂકી છે. આજની એમ્બ્યુલન્સ માત્ર દર્દીને લાવવા લઈ જવા પૂર્તિ મર્યાદિત નથી. પહેલા એમ્બ્યુલન્સ ની વ્યાખ્યા એવી હતી કે તેમાં સ્ટ્રેચર હોય જેમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ આજે અમારી 108 એમ્બ્યુલન્સની એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેમાં ડ્રાઇવર પાયલટ અને ઇએમટી મળી કુલ 274 જેટલી જુદી જુદી પ્રકારની સારવારની આઈટમો છે. જેને લઇ આજે કોઈપણ પ્રકારની તકલીફના દર્દી માટે 108 એમ્બ્યુલન્સ ને બોલાવવામાં આવે અને દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે તે પહેલા જરૂરી તમામ ઇમર્જન્સી સારવાર તેને 108 ની અંદર જ મળી જાય છે.
274 જેટલી ઇમરજન્સી સારવારની આઈટમો મૂકવામાં આવી
ઈમરજન્સી લાઈવ સેવિંગ મેડિસિન , મેડિકલ ઈક્વિપમેન્ટ્સ , અલગ અલગ ચાર પ્રકારના તો સ્ટેચર છે, એકસીડન્ટ કીટ, ઓકસીજન કીટ , હાર્ટ એટેક દર્દી માટે ઇસિજી મશીન,વેન્ટિલેટર, નાના બાળકો માટે હેન્ડ પંપ, ઇમર્જન્સી ફેક્ચર કીટ, સહિત નાની મોટી થઈને 274 જેટલી ઇમરજન્સી સારવારની આઈટમો મૂકવામાં આવી છે.
આજે આ એક અમારી એમ્બ્યુલન્સ નથી પરંતુ આરતી ફરતી ગુજરાતની મીની હોસ્પિટલ બની ગઈ છે.કોઈપણ વ્યક્તિને હાર્ટ એટેક કે છાતીમાં અસહ્ય દુખાવા શરૂ થાય છે, ત્યારે 108ને ફોન કરવામાં આવે ત્યારે મારા 108 ના કર્મચારીને આવા કારડીયાક દર્દીને સારવાર આપવાની તેમને હેન્ડલ કરવાની તમામ ટ્રેનિંગ આપવામાં આવી હોય છે. તેમની પાસે ઇમર્જન્સી લાઈફ સેવિંગ મેડિસિન હોય છે, અને કાર્ડિયાક દર્દીની સારવાર માટેનો જે પણ પ્રોટોકોલ હોય છે તે પ્રકારે તેઓ સારવાર કરીને તેમના જીવ બચાવે છે.
પેરામેડિક સ્ટાફને ઈમરજન્સીમાં સારવાર માટે તેની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી
એમ્બ્યુલન્સમાં કામ કરતા તમામ પેરામેડિક સ્ટાફને ઈમરજન્સીમાં કેવી રીતે સારવાર આપવી તેની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હોય છે.તમામને ટ્રેનિંગ સ્ટેમ્પ ઓફ સ્કૂલ ઓફ મેડિસિન સાથે અમદાવાદમાં આપવામાં આવે છે. 108 નો ઈએમટી દરેક પ્રકારની ઇમર્જન્સી હેન્ડલ કરવા માટે કેપેબલ થઈ શકે તે પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. તે ઉપરાંત જ્યારે પણ આવા ઈમરજન્સી સારવાર માટેનું કેસ આવે ત્યારે અમદાવાદના કોલ સેન્ટર પર 24 કલાક સ્પેશિયલ ડોક્ટર તેનાત હોય છે. તેમના જરૂરી માર્ગદર્શન મુજબ તમામ ઇએમટી ના કર્મચારી તાત્કાલિક દર્દીને સારવાર એમ્બ્યુલન્સમાં જ આપે છે.