Home /News /surat /

Azadi Ka Amrut Mahotsav: સુરતના કપડાં ઉત્પાદકને એક કરોડ જેટલા તિરંગા બનાવવાનું કામ સોંપવામાં આવ્યું

Azadi Ka Amrut Mahotsav: સુરતના કપડાં ઉત્પાદકને એક કરોડ જેટલા તિરંગા બનાવવાનું કામ સોંપવામાં આવ્યું

રતની આ મિલમાં બનાવવામાં આવી રહેલ તિરંગા સમગ્ર દેશના અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં મોકલવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને પગલે સમગ્ર દેશમાં જ્યારે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા માટે તૈયારી કરવામાં આવી છે ત્યારે સુરત પણ પોતાનો એક નાનો અને અમૂલ્ય ફાળો આ તિરંગા ના ઉત્પાદન થકી આપી રહ્યું છે. 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આ વર્ષે 15મી ઓગસ્ટ (15 august)ના રોજ 'આઝાદી કા અમૃત મહોત્સવ' (Azadi ka amrut mahotsav) અંતર્ગત હર ઘર તિરંગા ફરકાવવા માટેનું આહવાન કર્યું છે ત્યારે સુરત (Surat)ના એક કપડાં ઉત્પાદકને એક કરોડ જેટલા તિરંગા (Triranga) બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. જેનું ઉત્પાદન પણ તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. અને આગામી 10 ઓગસ્ટ સુધી આ તમામ તિરંગા તૈયાર કરી દેવામાં આવશે. સુરતની આ મિલમાં બનાવવામાં આવી રહેલ તિરંગા (national flag) સમગ્ર દેશના અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં મોકલવામાં આવશે.

ભારત દેશ આ વર્ષે જ્યારે આઝાદીનું 75 મુ વર્ષ ઉજવી રહ્યો છે. જેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીકા અમૃત મહોત્સવનું નામ આપ્યું છે. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના લોકોને એક આહવાન કર્યું છે કે, 15 ઓગસ્ટના દિવસે જ્યારે ભારત દેશ સ્વતંત્રતા દિવસ ઉજવશે ત્યારે દેશના દરેક ઘરો ઉપર તિરંગો લહેરાવો જોઈએ અને તેના માટે જ સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ તિરંગાનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સુરતના કપડા ઉત્પાદક સંજય સરાવગીને પણ આ અભિયાન અંતર્ગત એક કરોડ જેટલા તિરંગા બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.

આ પણ વાંચો- વર્ષે 18 લાખનો પગાર મેળવતા ક્લાસ-2 અધિકારીએ કઢાવ્યું ગરીબોને અપાતું આયુષ્માન કાર્ડ!

સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલી સંજય સરાવગીની મિલમાં આ તિરંગાનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી 10 ઓગસ્ટ પહેલા અહીં ઉત્પાદિત થયેલા તિરંગા દેશના અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં મોકલવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ભાજપના મોટા નેતાઓ અને મોવડી મંડળ તેમજ કાર્યકર્તાઓ દ્વારા હાલ પહેરવામાં આવતી ભાજપની ટોપીનું ઉત્પાદન પણ આ જ કપડાં ઉત્પાદક દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- અમદાવાદની મહિલા બની માથાભારે વ્યાજખોર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને પગલે સમગ્ર દેશમાં જ્યારે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા માટે તૈયારી કરવામાં આવી છે ત્યારે સુરત પણ પોતાનો એક નાનો અને અમૂલ્ય ફાળો આ તિરંગા ના ઉત્પાદન થકી આપી રહ્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: 15 august, Gujarati news, National Flag, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन