Home /News /surat /

સુરતમાં રૂ.799 ની સાડી મામલે ફરિયાદ થઇ અને 1 કરોડથી વધુની છેતરપિંડીનો ખુલાસો થયો

સુરતમાં રૂ.799 ની સાડી મામલે ફરિયાદ થઇ અને 1 કરોડથી વધુની છેતરપિંડીનો ખુલાસો થયો

ઉદય વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

આ મામલે આર્થિક ગુન્હા નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉદય પટેલની ધરપકડ કરી પૂછપરછ કરતા ખુલાસો થયો હતો કે આરોપી વેપારી  ચાર મહિનાથી આ વ્યવસાય કરે છે અને ગુજરાત તથા અન્ય રાજ્યમાં મળી કુલ 13000 જેટલા પાર્સલ મોકલવામાં આવ્યા છે જેની કિંમત અંદાજીત 1 કરોડથી વધુ  હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ ...
જો તમે ઓનલાઇન ખરીદી (Online shopping) કરતા હોય તો ચેતી જજો. લોભામણી જાહેરાત અને સારી ક્વોલીટીના ફોટા વેબસાઈટ પર અપલોડ કરી હલકી ગુણવત્તાનો સામાન ડિલિવરી કરતા હોવાનો કિસ્સો સુરત (Surat) ના પુણા વિસ્તારમાં સામે આવ્યો છે. સુરત (Surat Fraud Case)ના પુણા વિસ્તારમાં કાપડની ઓનલાઇન ખરીદી માટે વેબસાઈટમાં સારા ફોટા મૂકી હલકી ગુણવત્તાનો સમાન ડિલિવરી કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે (Surat Police) વેપારીની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને છેલ્લા 4 મહિનામાં 13 હજારથી વધુ પાર્સલ અલગ-અલગ રાજ્યોમાં ડિલિવરી કર્યા હોવાની માહિતી મળી હતી.

હાલ સમગ્ર દેશ અને દુનિયામાં ઓનલાઈન માર્કેટિંગ ખૂબ વેગ પામી રહ્યું છે. કોઈ પણ ચીજવસ્તુ ઓનલાઇન મળી જાય છે. જોકે ઓનલાઇન માર્કેટિંગમાં ઠગ લોકો પણ સામેલ થયા છે. આવા લોકો પોતાની વેબસાઈટ પર સારી ક્વોલીટીના ફોટા અપલોડ કરે છે અને તેની કિંમત માર્કેટ ભાવથી ખૂબ ઓછી રાખે છે. જેનાથી ગ્રાહકો આકર્ષિત થઈ ઓર્ડર આપે છે.

જોકે આ ઓર્ડરના રૂપિયા એડવાન્સમાં આપવા પડતા હોય છે. જેમાં ગ્રાહકને ડિલિવરી મળે ત્યારે ખૂબ જ હલકી ગુણવત્તાનો સામાન મળ્યો હોવાનું માલુમ થાય છે. આવી જ મોડસ ઓપરેન્ડી ધરાવતો વ્યક્તિ ઉદય પટેલ જે સારોલી ખાતે આવેલી રાજ ટેક્સટાઇલ ટાવરમા ફેબ અરાઈવલ નામની વેબસાઈટ પર ઘણા સમયથી ઓનલાઇન વ્યવસાય કરે છે. આ વેબસાઈટ પર સુધાકર શર્મા નામના વ્યક્તિએ ફોટા જોઈ 500 ગ્રામ વજનની કાંજીવરમની સાડી ઓર્ડર કરી હતી. જેની કિંમત 799 હતી જોકે પાર્સલ આવ્યા બાદ તેમણે માલુમ પડ્યું હતું કે, જે સાડી ઓર્ડર કરી છે તેના બદલે હલકી ગુણવત્તા તેમજ ઓછી લંબાઈની સાડી આવી હોવાનું માલુમ પડ્યું હતું.

જેથી તેમણે છેતરપિંડીના આક્ષેપ સાથે અરજી કરી હતી. આ વાતની જાણ ફોસ્ટાને થતા ફોસ્ટા વતી ગોકુલચંદ બજાજે ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો- શાળાએ જતી વિદ્યાર્થિની લોહીલુહાણ હાલતમાં મળી આવી

આ મામલે આર્થિક ગુન્હા નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉદય પટેલની ધરપકડ કરી પૂછપરછ કરતા ખુલાસો થયો હતો કે આરોપી વેપારી  ચાર મહિનાથી આ વ્યવસાય કરે છે અને ગુજરાત તથા અન્ય રાજ્યમાં મળી કુલ 13000 જેટલા પાર્સલ મોકલવામાં આવ્યા છે જેની કિંમત અંદાજીત 1 કરોડથી વધુ  હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઉદય વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેથી આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા આરોપી પુણા પોલીસને સોંપ્યો હતો. જોકે આ સમગ્ર મામલે હવે પુણા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- રાજકોટમાં પોલીસના ત્રાસથી કંટાળી યુવકે કમિશનર કચેરીમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો

જેથી આરોપીની ખુછપરછ કરતા તેને આ પ્રકારનું ચીટીંગ લાંબા સમયથી કરતો હતો અને આ ચીટીંગ કરવાની પ્રેરણા તેને પોતાની પત્ની માટે જ્યારે ઓનલાઇન સાડી મંગાવી હતી અને પોતાની સાથે ચીટીંગ થઈ હતી ત્યારે ખબર પડી હતી કે આ રીતે ચીટીંગ કરવાથી મોટી કમાઈ થાય છે ત્યારબાદ આ યુવકે આ પ્રકારની ચીટીંગનો વેપાર શરૂ કર્યો હતો અને જોતા કરોડો રૂપિયાની છેતરપિંડી લોકો સાથે કર્યા હોવાની કબુલાત પણ કરી હતી. હાલ સુરતના પૂના પોલીસ સ્ટેશનમાં માત્ર 800 રૂપિયાની ચીટીંગનો ગુનો દાખલ થયો હોવાને લીધે સુરત ઇકો સેલ દ્વારા આરોપીનો કબજો પુના પોલીસને આપવામાં આવ્યો છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat Crime Latest News, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन