Home /News /surat /સચિનમાં સબસિડીવાળા યુરિયા ખાતરની 54 ગુણ સાથે 1 ઝડપાયો, પોલીસે કાર્યવાહી હાથ ધરી

સચિનમાં સબસિડીવાળા યુરિયા ખાતરની 54 ગુણ સાથે 1 ઝડપાયો, પોલીસે કાર્યવાહી હાથ ધરી

એક આરોપી ઝડપાયો

Chemical Godown in Sachin: સુરત શહેરમાં સબસીડી યુક્ત યુરિયા ખાતરની ફરી કાળાબજારી ઝડપાઈ છે. સચિનના કેમિકલ ગોડાઉનમાંથી 53 બોરી યુરિયા ખાતર મળી આવી છે. આ મામલે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. સુરતના પાંડેસરા અને પલસાણાની મિલમાં સબસીડી યુક્ત યુરિયા ખાતર સપ્લાય કરાતું હોવાની વાત સામે આવી છે.

વધુ જુઓ ...
સુરત: સુરત શહેરમાં સબસીડી યુક્ત યુરિયા ખાતરની ફરી કાળાબજારી ઝડપાઈ છે. સચિનના કેમિકલ ગોડાઉનમાંથી 53 બોરી યુરિયા ખાતર મળી આવી છે. આ મામલે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. સુરતના પાંડેસરા અને પલસાણાની મિલમાં સબસીડી યુક્ત યુરિયા ખાતર સપ્લાય કરાતું હોવાની વાત સામે આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે દરોડા દરમિયાન એકની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન કેમિકલ ગોડાઉનમાંથી 541 ખાલી બોરીઓ મળી આવી છે. નાયબ ખેતી નિયામક વિશાલ કોરાટ દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આરોપી હિમાંશુ ભગતવાળાની ધરપકડ કરાઈ


ફરિયાદના આધારે રાંદેરના હિમાંશુ મુકેશચંદ્ર ભગતવાળા અને જથ્થો સપ્લાય કરનાર સામે ગુનો દાખલ કરાયો છે. કેમિકલનો ધંધો કરતા હિમાંશુ ભગતવાળાની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી હિમાંશુ ભગતવાળા સબસીડી યુક્ત યુરિયા ખાતરની બોરી 550 રૂપિયામાં ખરીદતો હતો. જેની સામે અન્ય મિલોમાં 750થી 800 રૂપિયાના ભાવે વેચાણ કરતો હતો. સબસીડી યુક્ત યુરિયા ખાતર કોની પાસેથી ખરીદતો હતો તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: ક્રુઝમાં ગોવા જવાના સપના રોળાયા, ગઠિયાએ લાખો રૂપિયા પડાવી હાથ અધ્ધર કરી દીધા

પોલીસે આરોપીની પણ કરી ધરપકડ


અત્યારે હવે જોવાનું એ છે કે, પોલીસ તપાસમાં સામે શું આવે છે? જો કે આ જગ્યા પર ભૂતકાળમાં પણ આ જ પ્રકારની ગતિવિધિ સુરત કરાય એમના જે ઝડપી પાડી હતી. માલિક વિરુદ્ધ તાજેતરમાં જ પોલીસે ધરપકડ પણ કરી છે ત્યારે આ કેસમાં હવે સુરત ક્રાઈમ બ્રાન્ચ કયા પ્રકારના પગલાં લે છે. સચિનમાં સબસિડીવાળા યુરિયા ખાતરની 54 ગુણ સાથે એક આરોપી ઝડપાયો છે, પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોડાઉનમાંથી બીજી 541 ખાલી ગુણો મળી આવી


ઉલ્લેખનીય છે કે, કેમિકલના ગોડાઉનમાંથી બીજી 541 ખાલી ગુણો મળી આવી હતી. મળતી વિગતો પ્રમાણે પાંડેસરા અને પલસાણાની મિલમાં યુરિયા ખાતર સપ્લાય કરાતું હતું. પોલીસ દ્વારા સચિન ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલના ગોડાઉનમાંથી ગુણી તેને જપ્ત કરવામાં આવ્યું છે. આ સાથે સાથે ક્રાઇમ બ્રાંચે એક આરોપીને પણ ઝડપી પાડ્યો છે. વિગતો પ્રમાણે હિમાશું મુકેશચંદ્ર ભગતવાલાઅને જથ્થો સપ્લાય કરનાર સામે ગુનો નોંધ્યો છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Surat Latest News, Surat news, Surat police