સુરતમાં પોલીસે કથિત રીતે ડૉક્ટરને ફટકાર્યો, નવસારીમાં ક્લિનિક બળજબરીથી બંધ કરાવ્યું

G
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરતમાં પોલીસે કથિત રીતે ડૉક્ટરને ફટકાર્યો, નવસારીમાં ક્લિનિક બળજબરીથી બંધ કરાવ્યું
ડૉક્ટરના આરોપ બાદ સુરત પોલીસ કમિશ્નરે કરી સ્પષ્ટતા, તો નવસારીમાં ચાર પોલીસકર્મી સસ્પેન્ડ

ડૉક્ટરના આરોપ બાદ સુરત પોલીસ કમિશ્નરે કરી સ્પષ્ટતા, તો નવસારીમાં ચાર પોલીસકર્મી સસ્પેન્ડ

  • Share this:
સુરતઃ સમગ્ર દેશમાં બુધવારે લૉકડાઉન (Lockdown) લાગુ થઈ ગયો છે. કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને રોકવા માટે મોદી સરકાર (Modi Government) તરફથી આ પગલું લેવામાં આવ્યું છે. રવિવારે જનતા કર્ફ્યૂ (Janta Curfew) દરમિયાન પીએમ મોદી (PM Narendra Modi)ની અપીલ પર લોકોએ કોરોનાના ખતરો હોવા છતાંય પોતાની સેવા આપી રહેલા ડૉક્ટરો, પોલીસકર્મીઓ, મીડિયાકર્મીઓ, સફાઈકર્મીઓને બિરદાવવા માટે તાળી કે થાળી વગાડવાનું આહ્વાન આપ્યું હતું. આ અપીલ બાદ દેશના નાગરિકોએ તેમને પ્રચંડ રીતે આભાર પણ માન્યો હતો. પરંતુ કોરોના વાયરસ સામે ખડેપગે રહેનારા ડૉક્ટરો (Doctors) અને પોલીસ (Police) વચ્ચેના ઘર્ષણના મામલા પણ સામે આવવા લાગ્યા છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરને પોલીસ હેડ કોન્સ્ટેબલ અને ત્રણ ટ્રાફિક બ્રિગેડના અધિકારીઓએ કથિત રીતે માર માર્યાનો મામલો સામે આવ્યો છે. આ ઉપરાંત નવસારીના એક ડેન્ટિસ્ટને માર મારવામાં આવ્યો છે અને તેમના ક્લિનિકને પોલીસે બળજબરીથી બંધ કરાવી દીધું હતું. ડૉક્ટરનો આરોપ, પોલીસે રસ્તા કિનારે લઈ જઈ મારપીટ કરી ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત અહેવાલ મુજબ, સુરતની ઘટના અડાજણ વિસ્તારના ગુજરાત ગેસ સર્કલ ખાતે બની હતી. ડૉ. ઓમકાર ચૌધરીએ અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારી પાસે મારું ઓળખકાર્ડ હતું અને ઇમરજન્સી ડ્યૂટીનું સ્ટીકર પણ મારા વાહન પર લાગેલું હતું. પરંતુ પોલીસે મને જવા જ ન દીધો. જ્યારે મેં એમને કહ્યું કે મને પોલીસ સ્ટેશન લઈ જાઓ તો તેઓ રસ્તા કિનારે મને લઈ ગયા અને મને મારવા લાગ્યા. મેં હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી અને તેમને વિનંતી કરી કે પોલીસકર્મીઓ સાથે કડક પગલાં લેવામાં આવે. પોલીસ કમિશ્નરની સ્પષ્ટતા, અમે ડૉક્ટરને જવાની મંજૂરી આપી દીધી પરંતુ તેમણે કાર પાર્ક કરી પોલીસ સાથે ખરાબ વતર્ન કર્યું આ અંગે સુરત પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, અમને ડેપ્યુટી કમિશ્નર કક્ષાના અધિકારી વિશે આ ઘટના વિશે જાણ થઈ છે અને અમારી પાસે તેનો રિપોર્ટ આવી ગયો છે. જ્યારે ડૉક્ટરે પોતાનું ઓળખકાર્ડ બતાવ્યું તો પોલીસકર્મીઓએ તેમને જવાની મંજૂરી આપી દીધી. થોડા મીટર આગળ જઈને તેઓએ પોતાની કાર મુખ્ય રોડ પર પાર્ક કરી દીધી અને પોલીસ સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. પોલીસે પહેલા તો તેમને વિનંતી કરી કે તેઓ ત્યાંથી જતા રહે પરંતુ તેઓ માન્યા નહીં. કેટલાક સુરત કોર્પોરેશનનો સ્ટાફ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેમને સ્થિતિને સંભાળી. મેં ડૉક્ટરને કહ્યું છે કે મારો સંપર્ક કરે અને અમે ઇન્કવાયરી બેસાડીશું. તે મુજબ પગલાં લેવામાં આવશે. નવસારીમાં ડેન્ટિસ્ટ સાથે પોલીસે કરી બળજબરી બીજી ઘટના દક્ષિણ ગુજરાતના જ શહેર નવસારીમાં બની હતી. ડૉ. અંકિત દેસાની ડેન્ટલ ક્લિનિકમાં તેમની ગેરહાજરીમાં ચાર પોલીસકર્મી ઘસી આવ્યા અને ડૉક્ટરના આસિસ્ટન્ટને મારવા લાગ્યા. ડૉક્ટરના આસિસ્ટન્ટ પિયૂષ પટેલને પોલીસે લાકડીથી માર્યો અને બળજબરીથી ક્લિનિક બંધ કરાવી દીધું. ચાર પોલીસકર્મીએ કથિત રીતે કહ્યું કે તે કેમ ક્લિનિક ખોખ્યું છે અને તેની અટકાયત કરીને નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ પણ વાંચો, Inside Story: તો આ કારણે ભારતમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરાયું ડૉક્ટરે સીસીટીવી ફુટેજ આપ્યા બાદ આસિસ્ટન્ટની મુક્તિ થઈ સીસીટીવી ફુટેજના આધારે ડૉ. દેસાઈએ પુરાવા રજૂ કર્યા. ત્યારબાદ પોલીસે પિયૂષને મંગળવારની રાત્રે મુક્ત કર્યો હતો. આસિસ્ટન્ટની અટકાયત કરનારા પોલીસકર્મી સબ-ઇન્સ્પેક્ટર એનબી સોલંકી, સહાયક સબ-ઇન્સ્પેક્ટર કિશન રાવ, કોન્સ્ટેબલ હિરેન હર્ષદ અને કોન્સ્ટેબલ અશોક રુદાભાઈ તરીકે થઈ છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ચારેય પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના એસ.પી. ગિરીશ પંડ્યાએ જણાવ્યું કે, વીડિયો જોયા બાદ અમે જાણ્યું કે પોલીસે ભૂલ કરી છે અને અમે આકરા પગલાં લેતા ઇન્કવાયરી બેસાડી છે. અત્યાર સુધી કોઈ ફરિયાદ નથી નોંધાઈ. આ પણ વાંચો, લૉકડાઉનમાં ડ્યૂટી કરવા જતી મહિલા ડૉક્ટરને પોલીસ અધિકારીએ લાફો મારી દીધો, જાણો આપવીતી
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर